બેન્ડ વિભાગ :-
આહવા પોલીસ બેન્ડ એ શ્રેષ્ઠ પોલીસ બેન્ડ છે. પરેડ, કસરતો, રાષ્ટ્રીય તહેવારો, ધાર્મિક પ્રસંગો, લગ્ન, શાળા-કોલેજના મહોત્સવો અને રમત ગમતના આયોજનો અનુરૂપ શ્રેષ્ઠ ધૂનો રજૂ કરવાનો કૌશલ્ય ધરાવતું આ પોલીસ બેન્ડ ફરજમાં રોકાયેલ ન હોયતો આમ જનતા માટે ભાડાથી ઉપલબ્ધ થઈ શકે છે.
આહવા-ડાંગ. પોલીસ બેન્ડના મહેકમ ડ્રેસ અને ઉપલબ્ધ વાદ્યોની વિગત નીચે મુજબ છે.
મહેકમ
|
બેન્ડ મેજર
|
એ.એસ.આઇ.
|
હે.કો.
|
પો.કો.
|
બ્યુગલર
|
મંજૂર મહેકમ
|
૧
|
-
|
૧
|
૧૫
|
-
|
હાજર મહેકમ
|
-
|
૧
|
૬
|
૫
|
૩
|
વાદ્યો:-
બિફલેટ, કલેરોનેટ, બિફલેટ ટ્રમપિટ, બીબીકોરનેટ, ટ્રમ્બોન, ઈફોમિર્યમ, બેરિટોન, સેકસોફોન, સાઈડડ્રમ, બેઈઝડ્રમ, સિમ્બોલ, મોરિકસ, સરકલ બેઝ
ડ્રેસ:
વી.વી.આઈ.પી. ગરમ લાલ ડ્રેસ: માત્ર પરેડ અને રાષ્ટ્રીય કાર્ય ક્રમ માટે સ્કાયબ્લુ -ઓકસફર્ડ બ્લુ ડ્રેસ સફેદ આકર્ષક ડ્રેસ
- અંગત પ્રસંગે પોલીસ બેન્ડ ભાડે મેળવવાની કાર્યવિધિ અને નિયમો:
- અરજદારે પ્રસંગથી ઓછામાં ઓછા ૪૮ કલાક પૂર્વે અરજી નમૂના કરી પોલીસ અધિક્ષક શ્રી આહવા-ડાંગ ની મંજૂરી મેળવી કચેરીમાં બેન્ડ ભાડાની વાહન ચાર્જ સાથેની પૂરી રકમ જમા કરાવવાની રહેશે.
- બેન્ડની ગુણવત્તા જોવા માટે અરજદાર સોમવાર અને શુક્રવારની પરેડમાં આર.એસ.આઈ.ની મંજૂરી સાથે નિદર્શન જોઈ શકશે.
- એપ્રિલ ર૦૦૬થી બેન્ડ માટેના દર નીચે મુજબ રહેશે.
|
પ્રથમ કલાકના ચાર્જ
(ડ્રેસ ચાર્જ સાથે)
|
માર્ચિંગ ચાર્જ
|
વધારાના કલાકના
ચાર્જ
|
(૧) પોલીસ બેન્ડ
|
૨,૫૦૦
|
૫૦૦
|
૧,૦૦૦
|
(ર) લાઈન બેન્ડ
|
૨,૦૦૦
|
-
|
૧,૦૦૦
|
(૩) બંને સંયુકત
|
૪,૦૦૦
|
૫૦૦
|
૨,૦૦૦
|
- બેન્ડ એક કલાકથી ઓછા સમય માટે રાખવામાં આવશે તો પણ લધુત્તમ ચાર્જ તરીકે એક કલાકનો ચાર્જ ગણવામાં આવશે.
- પોલીસ બેન્ડની માગણીઓ પૈકી ગુજરાત રાજયમાં પોલીસ ખાતામાં ફરજ બજાવતા કર્મચારીઓને પ્રથમ પ્રેફરન્સ આપવામાં આવશે. ત્યારબાદ અન્યની માગણીઓ અંગે વિચારણા કરવામાં આવશે. પરંતુ પ્રથમથી જ બેન્ડ એન્ગેજ થઈ ગયેલ હશે તો આ નિયમથી પ્રેફરન્સમાં કોઈ ફેરફાઈ શકશે નહી તે કેન્સલ કરી શકાશે નહીં.
- ગુજરાત રાજય પોલીસ ખાતામાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓને બેન્ડનો પ૦ % ચાર્જ ભરવાનો રહેશે.
- મોટર ભાડાનો કિ.મી.પ્રમાણે થતો ચાર્જ કે આહવા-ડાંગ ટાઉનનો નકકી કરેલ દર ''૦૦પપ પોલીસ'' સદર હેઠળ જમા કરાવવાનો રહેશે.
- અનિવાર્ય સંજોગોમાં બેન્ડ ભાડે આપવાનો થયેલ હુકમ કોઈપણ નોટિસ વગર ગમે તે સમયે રદ કરવાનો હકક પોલીસ વડા આહવા-ડાંગ ને અબાધીત રહેશે. જે અંગે અરજદારનો કોઈ હકક દાવો ચાલશે નહી.
- એક વખત બેન્ડ માટે ઓર્ડર લીધા પછી અરજદાર તરફથી તે રદ કરવા અંગે દિન-૭ પહેલાં કોઈ સચોટ કારણો સાથે આ કચેરીએ જાણ કરવાની રહેશે અન્યથા બેન્ડ પેટે જમા કરાવેલ રકમ જપ્ત કરી બેન્ડ ફંડ ખાતે જમા કરવામાં આવશે.
- પોલીસ બેન્ડ ક.ર૩:૦૦ થી ૬:૦૦ વાગ્યા સુધી ના સમય દરમિયાન ભાડે આપી શકાશે નહી.
- શાળા/કોલેજના વિદ્યાર્થીઓને બેન્ડ તાલીમ આપવા માટે બેન્ડના ઈન્સ્ટ્રકટર અન્ય કામગીરીમાં રોકાયેલ ન હોય તો ફાળવવામાં આવશે. પરંતુ આ તાલીમ માટે તમામ ઉપકરણો/વાદ્યો જે તે સંસ્થાએ વસાવવાના રહેશે અને તાલીમના ચાર કલાક માટે એક દિવસની ગણતરી સાથે પ્રશિક્ષકના હોદ્દેદારોને ઘ્યાને લઈ તે માટે નકકી થયેલ દરે જે તે સંસ્થાએ નાણાં ચુકવવાના રહેશે. આ માટે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજય દ્વારા આ માટે પોલીસ અધિક્ષક આહવા-ડાંગ ને અરજી નમૂનામાં અરજી કરવાની રહેશે. જેને યોગ્ય જણાશે તો ઈન્સ્ટ્રકટર ફાળવવામાં આવશે.
- સરકારશ્રીના આદેશ મુજબ પ્રવાસન વર્ષ દરમિયાન અગત્યનાં ફરવાનાં સ્થળો, મેળાવડા, ધાર્મિક સ્થળો વગેરે જગ્યાએ રજાના દિવસે કે આ સ્થળે ભીડના દિવસે લોકોના મનોરંજન માટે તેમ જ પોલીસની જનમાનસ પર મૈત્રીપૂર્ણ પ્રતિભાવ ઉપસાવવા માટે ચાર્જ લીધા વિના પોલીસ બેન્ડ વગાડવામાં આવશે આ માટે સૂચન હોય તો અરજી નમૂના માં પોલીસ અધિક્ષકશ્રીના ઘ્યાને મુકી શકો છો.
જિલ્લા પોલીસ બેન્ડની માગણી અંગેનું અરજી ફોર્મ
|