હું શોધું છું

હોમ  |

સિનિયર સિટીજન
Rating :  Star Star Star Star Star   

સિનિયર સિટીજન

સિનિયર સિટીજન્સ વિરુદ્ધ બનતા ગુનાઓ કાબુમા લેવા જિલ્લા ખાતે લેવામાં આવનાર પગલાં અંગેનો એકશન પ્લાન

 • સિનિયર સિટીજન્સની ઓળખ

પોલીસ થાણાંની હદમાં એકલા રહેતા સિનિયર સિટીજન્સને શોધી કાઢવા અને નીચે જણાવેલ કોલમ અનુસાર તેમના વિષે માહિતી એકઠી કરવી.

ક્રમ

નામ

ઉંમર

રહેવાનું સરનામું

ટેલિફોન નંબર જો હોય તો

તેઓના સગાં/ મિત્રોનાં

નામ સરનામાં તથા સંપર્ક નંબર

પોલીસ થાણાંની હદમાં એકલા રહેતા સિનિયર સિટીજન્સનેની માહિતીનું પત્રક પો.સ્ટે./આઉટ પોસ્ટ.માં રાખી તેઓની કાળજી લેવા સારુ નીચે મુજબ પગલાં લેવા.

 • પોલીસ સ્ટેશન, બીટ/ઓ.પી.સ્ટાફે સિનિયર સિટીજન્સની અવારનવાર મુલાકાત લઈ તેઓની સુરક્ષા માટે આશ્વાસન આપી સલાહ સૂચના આપવા.
 • બીટ/ઓ.પી/ડીવીઝનની પેટ્રોલિંગ દરમિયાન પોલીસ અમલદારોએ સિનિયર સિટીજન્સનાં રહેઠાણની ફકત ખાસ કાળજી રાખવી.
 • સિનિયર સિટીજન્સ સાથે કામ કરતા નોકરો તથા ભાડુઆતો અને અન્ય માણસોના ચરિત્ર અને પૂર્વ ઈતિહાસની ચકાસણી કરવી અને તે અંગેનો પોલીસ થાણાંમાં રજિસ્ટર રાખી રેકર્ડ રાખવો સી.પી.આઈ.શ્રી/ના.પો. અધીક્ષકશ્રીઓએ પણ આ રેકર્ડ રાખવો અને તેની ચકાસણી કરવી.
 • સિનિયર સિટીજન્સની રહેઠાણની જગ્યાએ રાખવામાં આવેલ ચોકીદારને સિનિયર સિટીજન્સના રહેણાંક ઉપર નજર રાખવા માર્ગદર્શન આપવું.
 • સિનિયર સિટીજન્સએ '' શું કરવું જોઈએ '' અને '' શું ન કરવું જોઈએ '' તે અંગે સાથેના એનેક્ષર-૧ માં જણાવેલ મુદ્દાઓ અંગે સિનિયર સિટીજન્સને માર્ગદર્શન આપવું.
 • જુદા જુદા ખાતાના નિવૃત્ત મુત્સદી અધિકારીઓ તથા સરકારી કર્મચારીઓની નાયબ પોલીસ અધીક્ષકશ્રી તથા સી.પી.આઈ.શ્રી, અને થાણાં અમલદારોએ મુલાકાત લેવી પોલીસ અધિકારીશ્રી પણ તેઓની મુલાકાત લેશે.
 • થાણાં અમલદાર/સી.પી.આઈ.શ્રી/ના.પો.અધીક્ષકશ્રીઓએ સિનિયર સિટીજન્સના ઘરની મુલાકાત લઈ તેઓને દરવાજા, ચેઈન, દરવાજાની આરપાર જોઈ શકાય તેવો મેજિક આઈ તથા જરૂરી હોય તો જાળી મૂકવા સૂચના આપવી.
 • સિનિયર સિટીજન્સની સુરક્ષા અંગે અનુભવી એન.જી.ઓ.નો સંપર્ક સાધી તેમના દ્વારા સિનિયર સિટીજન્સની આશાઓ જાણવા અને સુરક્ષા અંગે પગલાં લેવા પ્રયત્નો કરવા.
 • સિનિયર સિટીજન્સને મુશ્કેલીના સમયે મદદ મેળવવા પોલીસ સ્ટેશન/આઉટ પોસ્ટ, પોલીસ કંટ્રોલ રૂમના ટેલિફોન નંબરો તથા પોલીસ અધિકારીઓનાં ટેલિફોન/મોબાઈલ નંબર તેમ જ અન્ય વિભાગની કચેરી તથા અધિકારીઓનાં ટેલિફોન નંબરોની માહિતી દર્શાવતું પેમ્ફલેટ આપી માર્ગદર્શન આપવું આ અંગે એન.જી.ઓની મદદ લેવી.
 • સિનિયર સિટીજન્સને સમાજ સાથે સંકળાયેલા રાખવા અંગે એન.જી.ઓની. મદદથી તેઓની સમસ્યાઓ અને તેના ઉકેલ અંગે જુદા જુદા મેગેઝિન્સમાં લેખો છપાવી પ્રસિદ્ધિ કરાવવા પ્રયત્નો કરવા.
 • સિનિયર સિટીજન્સની કાળજી લેવા થાણાં અમલદાર/સી.પી.આઈ.શ્રી/ ના.પો.અધીક્ષકશ્રીઓએ સમયાંન્તરે તેઓની સાથે મિટિંગ યોજી ચર્ચા વિચારણા કરી તેઓની સમસ્યાઓનુ નિવારણ કરવું.
 • મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ માટે કાર્યરત સેલની જેમ સિનિયર સિટીજન્સ સેલ શરૂ કરવું ના.પો.અધીક્ષકશ્રી,મુ.મથકએ આ સેલ અંગે વિગતો એકઠી કરી સેલનુ સંચાલન કરવું પોલીસ અધીક્ષકશ્રી આ અંગે દેખરેખ રાખશે.
 • આકસ્મિક મદદ અંગે પોલીસ વિભાગની સેવા મેળવવા માટે ટેલિફોન નંબર ૧૦૦ની સુવિધા રાખવામાં આવેલ છે. તેનો ઉપયોગ કરવા સિનિયર સિટીજન્સને માહિતી આપવી. પોલીસે આવા કોલ તાત્કાલીક એટેન્ડ કરી મદદ આપવી પોલીસ કંટ્રોલરૂમમાં આવા કોલ અંગેનું રેકર્ડ રાખવો. નાયબ પોલીસ અધીક્ષકશ્રી, મુખ્ય મથક એ અવારનવાર આ રેકર્ડ ચેક કરી માર્ગદર્શન આપવું.

ક્રિમિનલ રિટ પિટિશન નં. ૭ર૩/ર૦૦૦ અનુસંધાને દિલ્હી હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શન

 • દરેક પો.સ્ટેના થાણાં અમલદારે તેમના વિસ્તારમાં રહેતા સિનિયર સિટીજન્સના ઘરમાં કામ કરતા નોકરોની પૂરેપૂરી જાણકારી અને તેમના સ્વભાવ અને પૂર્વ ઈતિહાસ વિગેરેની માહિતી મેળવી તેનો રેકર્ડ રાખવું.
 • સિનિયર સિટીજન્સને ત્યાં કામ કરતા નોકરોના નામ, ઉંમર, સરનામા તથા તેમના સબંધીઓની માહિતી દરેક પોલીસ સ્ટેશન, સી.પી.આઈ. કચેરી તથા નાયબ પોલીસ અધીક્ષકશ્રીની કચેરીમાં રજિસ્ટર નિભાવી રાખવી સમયાન્તરે તેની ચકાસણી કરી, તેની સમિક્ષા કરવી.
 • સિનિયર સિટીજન્સની મુલાકાત લઈ તેઓની સલામતી તથા તેઓની મિલકતની સુરક્ષા માટે કાળજી લેવી. સિનિયર પોલીસ અધિકારીઓએ તેમના વિસ્તારના પોલીસ સ્ટેશનોમા આ રેકર્ડ ચેક કરવો અને સિનિયર સિટીજન્સની મુશ્કેલીઓ નિવારવા જરૂરી પગલાં ભરવાં.

એનેક્ષર-૧

સિનિયર સિટીજન્સ માટે જરૂરી માર્ગદર્શન

 • હંમેશાં જયાં પણ હોય ત્યાં સજાગ રહેવું
 • એકલા ન જવું જોઈએ. ભાઈબંઘ અથવા ફેમિલી સાથે જવું જોઈએ. તમારું કોઈપણ પર્સ/પોકેટ શરીર સાથે ચૂસ્ત રાખવું. લટકતુ રાખવું નહીં.
 • કોટના અંદરના ભાગમાં ચલણી નોટોનું તથા જરૂરી દસ્તાવેજોનું પેકેટ મૂકવું અથવા પેન્ટના આગળના ભાગના ખિસ્સામાં રાખવું
 • જયારે જરૂર ન હોય ત્યારે ક્રેડિટકાર્ડ સાથે ન રાખવું
 • વધુ રકમ સાથે ન રાખવી. જરૂરિયાત પ્રમાણે રાખવી.
 • જયારે પણ કારમાં મુસાફરી કરીએ ત્યારે વાહનનો દરવાજો લોક કરીને રાખવો. વાહન પાર્કિગ કરતી વખતે પાર્કિગની જગ્યાએ અથવા ગેરેજમાં વાહન પાર્ક કરતા કાળજી રાખવી. પ્રવેશદ્વારની નજીક વાહન પાર્ક કરવું.
 • વાહનમાં મુસાફરી કરતી વખતે ડ્રાઈવરની નજીક બેસવું અથવા પ્રવેશદ્વારની નજીક બેસવું.
 • કોઈપણ વ્યકિત કોઈપણ રીતે તમને ચિંતાગ્રસ્ત કોશિશ કરે તો તમો તમારામાં વિશ્વાસ કેળવી જગ્યા છોડી દો.

સિનિયર સિટીજન્સના ઘરની સલામતી અને સુરક્ષા અંગે માર્ગદર્શન

 • ઘરની સુરક્ષા માટે સારાંમાં સારાં તાળાં રાખવાં તથા બારી બારણાં મજબૂત રાખવાં.
 • ઘરની બહાર જતાં તાળું મારી ચાવી આજુબાજુ કોઈ જગ્યાએ છૂપાવવી નહીં. આજુબાજુ વાળા પાડોશીને એક ચાવી આપી રાખવી.
 • ઘરમાં કોઈ અજાણ્યા માણસ આવે તો તેમનું ઓળખપત્ર માંગવું અને આનાથી સંતોષ ન થાય તો તેમની કંપનીમાં ફોન કરી ખાતરી કરવી.
 • પોતાના ઘરનું સરનામું પૂરેપૂરું અને બરાબર વિગતવાર આપવું. જેથી પોલીસ કોઈ મદદમાં આવે તો ઘર શોઘવામાં સરળતા રહે.
 • ઘરમાં ઈમરજન્સી એલાર્મ રાખવું જેથી કરીને મુશ્કેલીના સમયે તમારો બચાવ તાત્કાલીક થઈ શકે.

ફરવા જવા અથવા ખરીદી કરવા જતી વખત અંગે માર્ગદર્શન

 • ચાલતી વખતે સંભાળીને ચાલવું.
 • રાતના સમયે એકલા ફરવા જવું નહીં. અને જો ફરવા જાઓ તો પ્રકાશવાળી ખુલ્લી જગ્યામાં ફરવુ.
 • દિવસ અથવા રાત્રે અંઘકારવાળી જગ્યાથી દૂર રહેવું.
 • દિવસે અથવા રાત્રે બહાર જાઓ તો મિત્ર સાથે જવું અને વ્હીસલ પાસે રાખવી જેથી એકબીજાને મદદ મળી રહે.
 • રસ્તામાં જતી વખતે કોઈપણ અજાણી વ્યકિત દૂર્વ્યવહાર કરે તો તેને ઘ્યાન ન આપવું. અને તેવા વ્યકિત સાથે ચર્ચામાં ઊતરવું નહીં. અને તે ન માને તો ઊંચા અવાજે કહેવું કે મને મારી રીતે રહેવા દો. આમ કરવાથી પણ તે અજાણ્યા માણસો જો તમારુ કહ્યું ન માને તો એક વ્હીસલ વગાડવી.
 • તમારી પાછળ કોઈ અજાણી વ્યકિત પડી હોય તો બીજાની મદદ મેળવવા માટે દોડો અથવા નજીકના ઘરના દરવાજાને જોરથી ખખડાવી તેમ જ વ્હીસલ વગાડી મદદ માંગો.
 • બહાર જતી વખતે કીમતી વસ્ત્રો તથા કીમતી ઘરેણાં ન પહેરો.
 • પર્સ બહાર ન લઈ જવું
 • પર્સ બહાર લઈને જવાથી ચોરાઈ જવાની ઘણીવાર સંભાવના રહે છે. પર્સને ચોરવામાં ચોરને ઘણીવાર સરળતા રહેતી હોય છે. ગાંધીની દુકાને અથવા વાળ કપાવવાની દુકાને પર્સ ચોરાઈ જવાની સંભાવના વધુ રહે છે.
 • પર્સ સાથે રાખો ત્યારે તમારા પૈસા, ક્રેડિટકાર્ડ તથા જરૂરી કાગળ ચોર ખિસ્સામાં મૂકવા.
 • જરૂરિયાત કરતાં વધારે પૈસા સાથે રાખીને ફરવું નહીં.

ચાવીઓ અંગેની કાળજી રાખવા અંગે માર્ગદર્શન

 • ચાવી પર્સમાં ન રાખતાં ખિસ્સામાં રાખવી.
 • ચાવીની સાથે તમારું સરનામું ન રાખવું. કારણકે ચાવી ખોવાઈ જાય તો ચોરને તમારા સરનામાની ખબર પડી જતી હોય છે.

બેન્કમાં જતી વખતે કાળજી રાખવા અંગે માર્ગદર્શન :-

 • તમારા પેન્શનનો ચેક તથા બીજા રેગ્યુલર પેમેન્ટ/ડિપોઝિટનું સંચાલન તમારી જાતે જ કરવું જેથી તમારા પૈસાની સલામતી રહે.
 • બેન્કમાં જવા માટેનો સમય દરેક વખતે બદલવો. એ.ટી.એમ.માં તમે પૈસા લેવા જતા હોવ ત્યારે કોઈ અજાણ્યા ઈસમ પાછળ હોય તો તેને કહેવું કે તમે પૈસા પહેલાં લઈ લો. મારું કાર્ડ ભૂલી ગયો છું હું પછીથી લઈશ.
 • બેન્કમાંથી નાણાં ઉપાડયા પછી કોઈપણ ચોર પાછળ પડે તો અને પૈસા માંગે તો (આપણે એકલા હોઈએ તો) તેને આપી દેવા કે જેથી પોતાની જાનની સુરક્ષા રહે.
 • ચલણી નોટો જરૂર પૂરતી જ ઉપાડવી અને ક્રેડિટકાર્ડ તમારા કોટના અંદરના ખિસ્સામાં રાખવું.
 • વૃદ્ધ સ્ત્રીઓએ પોતાનું પર્સ પોતાના શરીરના આગળના ભાગે ચુસ્તપણે રાખવું.
 • પર્સને વારંવાર ચેક કરતા રહેવું.
 • કોઈપણ પોકેટ સાથે જો પર્સ લઈ જતા હોય તો પહેલાં પર્સ રાખીને પછી પોકેટ શરીર સાથે ચુસ્ત રાખવું.
 • જરૂરી અગત્યના કાગળો પેન્ટના પાછળના ખિસ્સામાં અથવા બાજુના ખિસ્સામાં ન રાખવા. 

વાહન ચલાવતી વખતે કાળજી રાખવા અંગે માર્ગદર્શન:-

 • વાહન ચલાવતી વખતે કારના દરવાજાનું લોક કરવું તેમ જ બારીના કાચ બંઘ રાખવા.
 • વાહન કાયમ ચાલુ હાલતમાં રાખવું.
 • વાહનની પેટ્રોલની ટાંકીમાં ઓછામાં ઓછું અડધી ટાંકી પેટ્રોલ રાખવું જોઈએ.
 • જો તમારું વાહન બંઘ થયેલ હોય/બગડેલ હોય તો વાહન બાજુમાં પાર્ક કરી બારી બારણાંને લોક કરી દેવું.
 • વાહનને કોઈ તકલીફ હોય તો વાહન પાસે હાજર રહેવું અને કોઈ બીજા તમારી મદદમાં આવે તો તેમના વાહનનો નંબર કાગળમાં લખી લેવો અને પછી જ મદદ લેવી.
 • રાતના સમયે એકલા વાહન ચલાવવું નહીં. શકય હોય તો જાણીતી વ્યક્તિ અથવા મિત્રને સાથે રાખવા.
 • ખરીદી માટે એકલા ન જતા ગ્રૂપમાં જવું. જેથી કોઈ મુશ્કેલી વખતે એકબીજાની મદદ મળી રહે.

કોઈ દરવાજો ખખડાવે ત્યારે શું કરવું જોઈએ તે અંગે માર્ગદર્શન :-

 • કોઈપણ વ્યકિત દરવાજો ખખડાવે તો તેની જાણકારી મેળવી પછી દરવાજો ખોલવો.
 • મુખ્ય દરવાજાની આગળ જાળી વાળો દરવાજો રાખવો.
 • કોઈપણ અજાણી વ્યકિત એટલે કે કોઈ કંપનીના સેલ્સમેન/માણસો આવે તો તેમની ઓળખાણ કરવી અથવા ફોનથી કંપનીમાંથી જાણકારી મેળવી લેવી. તે પછી જ આગળની કાર્યવાહી કરવી.
 • કોઈપણ વ્યકિત આવીને તાત્કાલીક ફોન કરવા માંગે તો દરવાજો ખોલવો નહી પણ તેનો મેસેજ મેળવી લઈ જાતે ફોન કરવો.
 • કોઈપણ અવિશ્વાસુ વ્યકિત આવે અને તે આપણા માટે ખતરો લાગે તો તુર્ત જ પોલીસને જાણ કરવી.

ઘરે પરત આવ્યા પછી રાખવાની કાળજી અંગે માર્ગદર્શન :-

 • આપણે બહારથી આવીએ ત્યારે ઘરની અંદર કંઈ અવાજ થાય તો અગર દરવાજા અર્ધખુલ્લા હોય તો ઘરમાં પ્રવેશ કરવો નહીં.
 • નજીકનાં ટેલિફોન બૂથ ઉપરથી પોલીસને જાણ કરવી.
 • જો અંદર કોઈ હોય તો તેની સાથે કોઈ મગજમારી કરવી નહીં.
 • અજાણી વ્યક્તિ ઘરમાંથી બહાર આવે તો પોલીસને જાણ કરવી.

ટેલિફોન કોલ લેતી વખતે ઘ્યાનમાં રાખવા માટે જરૂરી માર્ગદર્શન :-

 • જો ટેલિફોનમાં કોઈ બિભત્સ વર્તન કરતું લાગે તો રિસિવર નીચે મૂકવું નહીં પણ અદ્ધર લટકાવી રાખવું.
 • ટેલિફોનથી ઘમકી મળે તો તૂર્ત જ પોલીસને જાણ કરવી.
 • કોઈ અજાણી વ્યકિતનો ફોન આવે તો તેની સાથે વધારે વાત કરવી નહીં. આપણી માહિતી આપવી નહીં.
 • આપણાં ઘરની વાતો બહારની વ્યકિતને જાણવા દેવી નહીં.
 • અજાણી વ્યકિત બાબતે વધારે જાણકારી મેળવવી નહીં. અને આપણી જાણકારી આપવી નહીં.

લૂંટારા આપણું પર્સ ખેચવા પ્રયાસ કરે ત્યારે રાખવાની કાળજી અંગે માર્ગદર્શન :-

 • વિરોઘ કરવો નહીં.
 • જે કંઈ માંગે તે આપી દેવું.
 • આપણા શરીરને ધાયલ થવા દેવું નહીં અને લૂંટારાને ઓળખી લઈ પોલીસને જાણ કરવી.
 • તેની સાથે લડાઈ કરવી નહીં.
 • મદદ માટે બૂમ પાડવી.
 • સાથે વ્હીસલ રાખવી અને વારંવાર વ્હીસલ મારવી.

ચાલતી વખતે કાળજી રાખવા અંગે માર્ગદર્શન :-

 • અગાઉથી જવાનો રસ્તો નકકી કરવો અને તેની માહિતી મેળવી લેવી.
 • જતી વખતે પૈસા/કીમતી વસ્તુ સાથે રાખવી નહીં.
 • રાત્રીનાં સમયે નીકળો તો ભીડ વાળો માર્ગ પસંદ કરવો.
 • સાથીદાર સાથે નીકળવું.
 • જાણકાર માણસ અથવા લારી ગલ્લાવાળા સાથે ચાલવું.
 • રસ્તાની કિનારી ઉપર ચાલવુ. મકાનથી દૂર ચાલવું.
 • અંધારામાં હંમેશાં ટૂંકા રસ્તા, ઝાડીવાળા રસ્તાથી દૂર રહેવું.
 • અજાણી વ્યક્તિથી દૂર રહેવું તેની સાથે વાતચીત કરવી નહીં.

કોઈપણ જગ્યાએ જવા માટે કાળજી રાખવા અંગે માર્ગદર્શન :-

 • વધારે સમય નકામું બસ સ્ટેન્ડે ઊભા રહેવું નહીં.
 • જરૂરિયાત મુજબ પરચૂરણ સાથે રાખવું.
 • બીજા માણસો આપણને જોઈ શકે તે રીતે ઊભા રહેવું.
 • ટેક્સિમાં આવીએ ત્યારે ડ્રાઈવરને કહેવુ કે થોડીવાર ઊભા રહે.

એનેક્ષર - ર

વૃદ્ધ વ્યક્તિઓના લાભ માટે ચલાવવામાં આવતા (ઉદા. ખેડા જિલ્‍લો) જુદાજુદા કાર્યક્રમો :-

(૧) ''ગોધૂલી'' પ્રોજેકટ :-
ગોધૂલી નામે એક યોજના દક્ષિણ જિલ્લામાં દિલ્હી રિપબ્લિક સ્કૂલના ધોરણ ૯ અને ૧૧ ના વિદ્યાર્થીઓ વૃદ્ધ માણસોને મદદ માટે જોડાયેલ છે. આ વિસ્તારના વૃદ્ધ માણસોને મદદ અને પોલીસને મદદ કરવા માટે તે નિયમિત વૃદ્ધ લોકોના નિવાસ સ્થાનની મુલાકાત લઈને જાણકારી મેળવે છે.

(ર) વિદ્યાર્થી/પોલીસ દ્વારા સામાજિક સુરક્ષા અંગેના કાર્યક્રમ :-
વિદ્યાર્થીઓએ પોલીસ દ્વારા બચાવ યોજના ઘડી છે તેઓ વૃદ્ધ લોકોના, નોકરો/ભાડુઆતોની ઓળખ અંગે ચકાસણી કરવામાં આવે છે અને વૃદ્ધ લોકો માટે જરૂરિયાતની વસ્તુઓનું ઘ્યાન રાખીને મદદ કરે છે.

(૩) ''આભાસ'':-
વિદ્યાર્થી આગેવાનો, કોલેજ અને સ્કૂલના યુવાન પ્રાફેસરોએ સામાજિક સંસ્થાની મદદથી યોજના બનાવેલ છે. તેનાથી વૃદ્ધ લોકોની મનની બાબતો જાણીને તેઓને જરૂરિયાત મુજબ મદદ તેમ જ મેડીકલ સહાય કરવામાં આવે છે અને વારંવાર વૃદ્ધ લોકોની મિટિંગ યોજવામાં આવે છે.

(૪) ''કાસ'':-
ઉત્તર જિલ્લામાં એક ''કાસ'' યોજના શરૂ કરેલ છે તેમાં વિદ્યાર્થીઓ મરજી મુજબ વૃદ્ધ માણસોને મદદ કરે છે અને દરરોજની સમસ્યાઓ દૂર કરવા મદદ કરે છે અને તેમની સલામતીનું ઘ્યાન રાખે છે.

(પ) નિડર :-
પશ્ચિમ વિભાગના વિદ્યાર્થીઓ અને પોલીસે એક યોજના બનાવેલ છે તેમાં વૃદ્ધ લોકોની સાથે ચર્ચા વિચારણા કરી તેઓને મદદ કરવામાં આવે છે અને વૃદ્ધ લોકોની સગવડોનું ઘ્યાન રાખવામાં આવે છે.

(૬) સમાજ બચાવ ટીમ :-
આ પ્રોગ્રામ વિદ્યાર્થીઓ અને યુવાનો ચલાવે છે તેમાં વૃદ્ધ માણસોને હેરાન કરતા માણસોને અટકાવવામાં આવે છે અને જાનહાનિ અટકાવવામાં આવે છે.

(૭) નોકર,ભાડુતોનો તપાસ કેમ્પ :-
પોલીસ થાણાંઓ તરફથી કેમ્પ યોજી ઘેર ઘેર ફરી વૃદ્ધ લોકોના નોકરો/ભાડુતોના ફોટોગ્રાફ સહિતની માહિતી એકઠી કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની પણ મદદ લેવામાં આવે છે.

(૮) સલામતી મેળો :-
આ પ્રોગ્રામ વૃદ્ધ લોકોને તેમની સલામતી અંગે કાળજી લેવાનું શીખવાડે છે. દર શનિવારે અને રવિવારે વૃદ્ધ લોકોની કોલોનીમાં જઈ ઘરની સલામતી માટે એન્ટી ઓટોથેપ્ટ ડીવાઈસ, નોકરો અંગેની ચકાસણીની સ્કિમ, સિનિયર સિટીજન્સ સ્કિમ વિગેરે બાબતો અંગે માહિતી આપવામાં આવે છે.

(૯) સલામતી મોજણી :-
પોલીસ દ્વારા વૃદ્ધ લોકોની સલામતી માટે જાહેર સભા યોજવામાં આવે છે તેમાં વૃદ્ધ લોકોને મદદ કરવા માટે આગેવાનોની નિમણૂક કરવામાં આવે છે. વૃદ્ધ લોકોની સલામતી માટે લાઈટો, કમ્પાઉન્ડ વોલ, ટ્રાફિક રેગ્યુલેશન, ઝાડી દૂર કરવી વગેરે પગલાં લેવાંમાં આવે છે.

(૧૦) મેજિક આઈ, ડોર ચેઈન અને ક્રોસ બેલ લગાવવા બાબત :-
વૃદ્ધ લોકોના રહેઠાણે જઈ તેઓને ઘરમાં મેજિક આઈ, ડોર ચેઈન અને ક્રોસ બેલ લગાડવા સમજાવવા ઝુંબેશ ચલાવવામાં આવે છે.

(૧૧) સામાજિક સેવા અંગેના કાર્યક્રમ :-
વૃદ્ધ લોકોના રહેઠાણે વારંવાર જઈને તેમની મુશ્કેલી દૂર કરવા અને જરૂરિયાત પ્રમાણે મદદ પૂરી પાડવા એક યોજના ચલાવવામાં આવે છે. જેમાં પ્રિન્સિપાલ, લેકચરર, એડ્વોકેટ, વેલફેર એસોસિએશનના સભ્યો, દુકાનદારો, મંદિર/ ગુરુદ્વારા/ચર્ચ/મસ્જિદ જેવાં ધાર્મિક સ્થળોનું સંચાલન કરતા આગેવાનો, પત્રકારો વિગેરે દ્વારા નજીકમાં રહેતા સિનિયર સિટીજનની કાળજી લેવાની જવાબદારી લેવામાં આવે છે. આવા આગેવાનો દરેક અઠવાડિયામાં ત્રણ કે ચાર નકકી કરેલા સિનિયર સિટીજનની મુલાકાત લેતા હોય છે. તેઓ સિનિયર સિટીજનના વાલી જેવું કામ કરે છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસીવિંગ સેન્ટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
જન સેવા કેન્‍દ્ર 
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ

Last updated on 30-06-2016