|
શેરીમોનિયલ પરેડ
જીલ્લામાં દર શુક્રવારે પરેડ ગ્રાઉન્ડ ખાતે શેરીમોનીયલ પરેડ રાખવામાં આવે છે જેમાં કર્મચારીઓનું શિસ્તનું પાલન યોગ્ય રીતે થાય, પરેડ ડ્રીલ સારી રીતે થઇ શકે તે માટે સલામી પરેડ, તેજચાલ, ધીરીચાલ, સ્કવોડ ડ્રીલ વિગેરે પરેડ કરાવવામાં આવે છે.
પી.ટી.પરેડ
પોલીસ કર્મચારીઓનું સ્વાસ્થ્ય-તંદુરસ્તી જળવાઇ રહે તે માટે દર સોમવારે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પી.ટી.પરેડ રાખવામાં આવે છે. જેમાં દોડ ચાલ, તેજ ચાલ,વોકીંગ ચાલ તેમજ પી.ટી.ટેબલ ૧ થી ૬ ના દાવ વિ.વ્યાયામ કરાવવામાં આવે છે.
યોગા પરેડ
પોલીસ અધિકારી/કર્મચારીઓનું સ્વાસ્થ્ય સારૂ રહે તે માટે દર સોમવારે પી.ટી.પરેડની સાથે યોગા પરેડ પણ રાખવામાં આવે છે. જે યોગ ટ્રેનરો દ્વારા અલગ-અલગ પ્રકારના યોગા કરાવવામાં આવે છે.
|
|