સિદ્ધી
ચાલુ વર્ષમાં જીલ્લાએ પ્રાપ્ત કરેલ સિદ્ધીઓ :-
· HD-IITS પ્રોજેકટ અંતર્ગત ૧૦૦% ડીજીટાઇઝેશન.
· જીલ્લા પોલીસના તમામ માણસોને કોમ્પ્યુટરની પ્રાથમિક તાલીમ આપી શકાય તે હેતુથી ભારત સરકારશ્રીના CCTNS પ્રોજેકટ હેઠળ અત્રેના જીલ્લા ખાતે ૧૦ તાલીમાર્થીઓને તાલીમ આપી શકાય તેવું કોમ્પ્યુટર તાલીમ કેન્દ્ર પોલીસ અધિક્ષકની કચેરી,આહવા ખાતે શરૂ કરવામાં આવેલ છે.
ગુનાઓ શોધી કાઢવા/ અટકાવવાની કામગીરી
(૧) વઘઇ પો.સ્ટે. સે.ગુ.ર.નં.૧ર/ર૦૧પ જુગાર ધારા કલમ ૧ર મુજબના ગુનામાં જુદા જુદા દરની ચલણી નોટો કુલ કિ.રૂા.૧૧,૧૧૫/- ના મુદામાલ સાથે આરોપીઓને અટક કરવામાં આવેલ છે.
(ર) સાપુતારા પો.સ્ટે. સે.ગુ.ર.નં.૨૩/ર૦૧પ જુગારધારા કલમ ૧ર (અ) મુજબના ગુનામાં પકડાયેલ ઇસમોની અંગે ઝડતી માંથી જુદા જુદા દરની ચલણી નોટો રૂા.૧,૨૦,૨૮૦/- મોબાઇલ નંગ-ર કિ.રૂા.૫૫,૦૦૦/- મળી કુલ કિ.રૂા.૧,૭૫,૨૮૦/- ના મુદામાલ સાથે આરોપીઓને અટક કરવામાં આવેલ છે.
(૩) વઘઇ થર્ડ ગુ.ર.નં.૮૦/૦૧પ પ્રોહી.એકટ કલમ ૬૬(૧)બી,૬૫ એઇ,૧૧૬ બી , ૮૧ ૧૧૬ (બી) મુજબના ગુનામાં પકડાયેલ ૧૨૪૨ બોક્ષમાં અલગ અલગ બ્રાન્ડની વ્હીસ્કી બીયર નાનીમોટી બોટલ ટીન મળી કુલ ૨૪૨૭૬ નંગ કિ.રૂા.૭૦,૦૮,૨૪૦/- તથા કન્ટેનર (ટ્રક) નં.પી.બી.-૧૧-આર-૧૯૧૬ કિ.રૂા.૨૦,૦૦,૦૦૦/-મળી કુલ રૂ.૯૦,૦૮૨૪૦/- નો મુદૃામાલ કબ્જે કરી આરોપીઓને અટક કરવામાં આવેલ છે.
(૪) આહવા પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૨૯/૨૦૧૫ ઇ.પી.કો.ક. ૩૮૦, ૪૫૭ મુજબના ગુનામાં ચોર ઇસમે પ્રવાસીગૃહના બંધ મકાનમાં પ્રવેશ કરી ફરિયાદી તથા સાહેદોના મોબાઇલ નંગ-૩ કિ.રૂા.૧૫,૦૦૦/- ની ચોરી કરેલ હતી જે ચોર ઇસમને શોધી કાઢવા માટે ગુપ્ત બાતમી મેળવી ચોર ઇસમને પકડી પાડી ગુનો ડીટેકટ કરેલ છે.
(૫) આહવા પો.સ્ટે. થર્ડ ગુ.ર.નં.૨૦૪/૦૧પ પ્રોહી.એકટ કલમ ૬૬(૧) બી, ૬૫એઇ, ૧૧૬બી, ૮૧ મુજબના ગુનામાં પકડાયેલ જુદા જુદા બ્રાન્ડની બોટલ નંગ-૫૦૨ કિ.રૂા.૮૩,૮૯૦/- તથા પ્લેઝર મોપેડ કિ.રૂા.૧૫,૦૦૦/-મળી કુલ કિ.રૂા.૯૯,૩૯૦/- નો મુદૃામાલ કબ્જે કરી આરોપીઓને અટક કરવામાં આવેલ છે.
વહીવટી
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણ સંતોષજનક જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, વી.આઈ.પી.-વી.વી.આઈ.પી.ની જિલ્લાની મુલાકાતો, ડાંગ દ૨બા૨, ગરીબ કલ્યાણ મેળા, ગ્રામ પંચાયત ચૂંટણી, નાતાલા તહેવાર અને ગ્રીષ્મ મહોત્સવ ,મોનસુન ફેસ્ટીવલ સહિતના તમામ પ્રસંગો વિઘ્ન૨હીત અને કાયદો અને વ્યવસ્થાની આદર્શ સ્થિતિરૂ૫ સં૫ન્ન કરવા, કોઈ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તે માટે યોગ્ય પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે છે.
આધુનિક૨ણ
પોલીસ ઈન્ફાસ્ટ્રકચ૨ વિકાસમાં છેલ્લાં પાંચ વર્ષમાં આમુલ ૫રિવર્તનરૂ૫ અદ્દભુત કામગીરી થઈ છે. જિલ્લાના ૪ પોલીસ સ્ટેશનની બિલ્ડિંગ નિર્માણ લોક સહયોગથી સુવિદ્યા સમ્પન્ન કરી મોડેલ પોલીસ સ્ટેશન બનાવવામાં આવેલ છે.
પોલીસ કર્મચારીઓના આવાસના કુલ:ર૪૨ કવાર્ટર તથા પો.સ.ઈ.કક્ષાના અધિકારીઓના આવાસ કુલ:૧૯ કવાર્ટર બનાવવામાં આવેલ છે. પોલીસ અધિક્ષકશ્રીના એક બંગલો , નાયબ પોલીસ અધિક્ષકશ્રી(મુ.મ.), નાયબ પોલીસ અધિક્ષકશ્રી આહવા વિભાગ,એસસી/એસટી મળી કૂલ-૩ બંગલા, સર્કલ પોલીસ ઈન્સ્પેકટ૨શ્રીના એક બંગલો બનાવવામાં આવેલ છે તથા પોલીસ ગેસ્ટ હાઉસ સાપુતારા ખાતે બનાવવામાં આવેલ છે. પોલીસ આવાસ નિગમની આ તમામ કામગીરી અદ્દભુત અને અપૂર્વ છે. કામની જગ્યા અને આવાસકિય સુવિદ્યાઓના આ સુધારાથી પોલીસ કર્મચારીની કાર્યત્વરા અને કાર્યક્ષમતામાં ૫ણ અસાધા૨ણ સુધારા સ્પષ્ટ થયો છે. કોમ્યુનિકેશન સુવ્યવસ્થિત તથા ઝડપી બની રહે તે માટે આહવા પોલીસ કંટ્રોલરૂમ તથા સાપુતારા રીપીટર સ્ટેશન ખાતે ટાવર બનાવવામાં આવેલ છે.
અન્ય
સને.૨૦૧૫ (૩૧/૧૧/ર૦૧૫) સુધીમાં ડાંગ જિલ્લા પોલીસે જિલ્લામાં નશાબંધીના કાયદાનો અસરકારક અમલ થાય તે સારૂ કુલ-૫૫૯ કેસો કરી કુલ-૫૭૬ આરોપી પકડી પાડી પ્રોહિબીશનના કુલ મુદ્દામાલ રૂ.૧૨૬૫૦૧૨૫/- સાથે કુલ વાહનો-૧૮ કિ.રૂ.૫૭૦૭૦૦૦/-ના કબજે કરેલ છે.
સને ર૦૧૫ (૩૧/૧૧/ર૦૧૫ સુધીમાં ડાંગ જિલ્લા પોલીસે જિલ્લામાં જુગારધારાના કાયદાનો અસરકારક અમલ થાય તે સારૂ કુલ-૫૨ કેસો કરી કુલ-૧૨૭ આરોપીઓ પકડી પાડી રોકડ રૂ. ૨૩૫૫૭૧/- નો મુદ્દામાલ કબજે કરેલ છે.
|