|
આઇ મેડિકલ કેમ્પ
અત્રેના ડાંગ જિલ્લામાં પોલીસ મુખ્ય મથક, આહવા ખાતે તા.૦૯/૦૩/ર૦૧૪ ના રોજ સુરક્ષા સેતુ અંતર્ગત શોફ આંખની હોસ્પિટલ તથા સત્યસાંઇ સેવા ટ્રસ્ટ,નવસારી તરફથી આંખનો મેડીકલ ચકાસણી કેમ્પ રાખવામાં આવેલ, જેમાં નવસારીના આંખના નિષ્ણાંત ડોકટરો તથા સત્યસાંઇ સેવા ટ્રસ્ટના ૩પ કર્મચારીઓ હાજર રહી ડાંગ જિલ્લાના પોલીસ અધિકારી/કર્મચારી તેમના પરિવાર તેમજ એસ.પી.સી.ના બાળકો અને આમ પ્રજાજનો મળી કુલ-૩૩પ વ્યકિતઓની આંખોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવેલ હતું.
|
|