હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

વ્‍યસ્‍ન મુકિત સેમીનાર

 

પિપલદહાડ ગામે સુરક્ષા સેતુ અંતર્ગત વ્‍યસન મુકિતનો તા.૮/૧૨/૨૦૧૩ના રોજ કલાક ૧૧/૦૦ થી કલાક ૧૪/૩૦ સુધી સેમીનારનું આયોજન કરવામાં આવેલ. આ વ્‍યસ્‍ન મુકિત કાર્યક્રમમાં જીલ્‍લાના કલેકટરશ્રી,પોલીસ અધિક્ષકશ્રી,ના.પો.અધિ.શ્રી આહવા, જિલ્‍લાના પો.સ.ઇ.શ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રી,ડી.એફ.ઓ.શ્રી, પિપલદહાડ ગામના સરપંચ,ગાંડા કાકા,આચાર્યશ્રી, મહિલા સામખ્‍ય કાર્યકર,ગામ આગેવાન  અને જીલ્‍લાની કાર્યરત મહિલા સામખ્‍ય સંખની બહેનો ,બહેડૂન, પાંઢરપાડા,હનવતપાડા,જામનસોઢા, કરંજપાડા,ગોવહાણ,ખેરીન્‍દા,ખાંભલા,ખાજુર્ણા, બરડા, શિવબારા, બીજુરપાડા,સાવરપાડા,ગવહણ,બીજુરપાડા,ગુરૂડીયા,પિપલદહાડ,કુકડનખી,સુન્‍દા,ગુંદવહળ વિગેરેની ગામની બહેનો તેમજ કાર્યકરો,ગામલોકો મળી કાર્યક્રમમાં આશરે -૧૨૦૦ જેટલાની સંખ્‍યામાં લોકો હાજર રહેલ.

મહિલા સામખ્‍ય કાર્યકર બહેનો દ્દારા  સમાજમાં જે વ્‍યસનનું દુષ્‍ણ છે. તેને ત્‍યજીદેવા વિસ્‍તારથી લોકોને સમજણ આપેલ અને કુકડનખી મહિલા મંડળની બહેનોએ વ્‍યસ્ન મુકિત સબંધમાં એકપાત્ર અભિનય,નાટક રજુ કરી લોકોને વ્‍યશનથી દૂર રહેવા સમજણ આપી વ્‍યસ્‍ન મુકિત મેળવવા લોકોને અપીલ કરેલ. અને અંધશ્રધ્‍ધાથી દૂર રહેવા તથા તાંત્રિક વિધીવાળા માણસો, એકના ડબલ કરી આપવાની ખાત્રી આપવાવાળા માણસોથી ચેતવા માટે પ્રયોગીક દાખલાઓ આપી લોકોને સમજણ આપેલ હતી.

પોલીસ અધિક્ષક, ડાંગનાઓએ પ્રસંગ અનુરૂપ વકતવ્‍ય આપતા જણાવેલ કે, સુરક્ષા સેતુ હેઠળ વ્‍યસન મુકિતનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે. આવા હજુ પણ બીજા ગામોમાં કાર્યક્રમો કરવામાં આવનાર છે. આ કાર્યક્રમનો હેતુ એ છે કે, લોકો વ્‍યશનથી દૂર રહે અને પોલીસ પ્રજા વચ્‍ચેનું જે અંતર ભેદ રેખા છે. તે દૂર કરી પોલીસ અને પ્રજા વચ્‍ચે મિત્રતા જળવાઇ રહે તે છે.

કલેકટર શ્રી ડાંગનાઓએ આ પ્રસંગને અનુંરૂપ વકતવ્‍ય આપતા જણાવેલ કે, વ્‍યસન મુકિત થવા લોકોને સમજણ આપેલ છે તેનું દરેક વ્‍યકિતએ અનુકરણ કરી અમલ કરી પોતાનું નવું જીવન શરૂ કરવા અપીલ કરેલ અને ભણતર વિશેની સમજણ આપી  બાદ જીલ્‍લામાં લોકો વૈજ્ઞાનિક પધ્‍ધતિથી ખેતી કરી પોતાનાં જીવન સુધારવા તથા અન્‍ય યોજનાકીય બાબતેની જાણકારી આપી પોતાનું વકતવ્‍ય પૂર્ણ  કરેલ.

શ્રી માધુભાઇ પટેલ નિવૃત શિક્ષક આહવા મિલપાડાનાઓએ પોતાનું વકતવ્‍યમાં ધાર્મિક પ્રસંગો વ્‍યશન મુકિત કરાવેલ કાર્યક્રમની રીવ્‍યુ કરી સરસ્‍વતી વંદના કરી, સમાજમાં જે વ્‍યશનનું દુષ્‍ણ છે તે દૂર કરી સારી જીદંગી જીવવા લોકોને સમજણ આપી વકતવ્‍ય પૂર્ણ કરેલ.

 

 
 
 
 
 
 
 
 
 
 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસીવિંગ સેન્ટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
જન સેવા કેન્‍દ્ર 
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ

Last updated on 12-12-2013