|
સુરક્ષાસેતુ અંતર્ગત ‘મફત જનરલ મેડીકલ હેલ્થચેકઅપ કેમ્પ’
સુરક્ષા સેતુ અંતર્ગત પોલીસ પરીવાર તથા સામાન્ય પ્રજાજોગ સર્વરોગ નિદાન અને સારવાર હેતુ ‘મફત જનરલ મેડીકલ હેલ્થ ચેકઅપ કેમ્પ’ નું પોલીસ તાલીમ ભવન,પોલીસ મુખ્ય મથક,ડાંગ-આહવા ખાતે તા.ર૪.૧૧.ર૦૧૩ નારોજ ક.૧૦-૩૦ થી ૦૩-૩૦ સુધી રાખવામાં આવેલ. આ કેમ્પમાં સુરત રૂરલ એન્ડ અર્બન હેલ્થ કેર ફાઉન્ડેસન સુરત સંસ્થાના સહયોગથી જુદા જુદા રોગોના નિષ્ણાંત કુલ-૯ ડોકટરશ્રીઓ દ્દારા પોલીસ અધિકારી/ કર્મચારીઓ તથા તેમના પરિવાર અને સ્કુલના વિધાર્થી, વિધાર્થીનીઓ અને આમ જનતા ઓનું મફત મેડીકલ ચેકઅપ કરવામાં આવેલ. જેમાં કુલ કુલ-૭૯૬ પોલીસ અધિકારી/કર્મચારી, પોલીસ પરિવાર અને પ્રજાજનોઓએ મફત મેડીકલ ચેકઅપ સેવાનો લાભ લીધેલ હતો.
|
|