પોલીસ અધિક્ષક, ડાંગ
http://www.spdang.gujarat.gov.in

વીજાણુરૂપે ઉપલબ્ધ માહિતી

7/1/2025 7:48:15 AM

 

વીજાણુરૂપે ઉપલબ્ધ માહિતી
 

 

વિજાણું યંત્રો અંગેની માહીતી.

૧૬(૧). વિજાણુંરૂપે ઉપલબ્ધ વિવિધ યોજનાઓની માહીતીની વિગત.
          
વી.એચ.એફ. સેટ,વોકીટોકી અને મોબાઇલ સેટ, એચ.એફ. સ્‍ટેટીકનેટ, પોલનેટ, જીસ્‍વાન   અને સાયફરના યંત્રો

ગુજરાત પોલીસ મેન્‍યુઅલ, ૧૯૭પ, ભાગ-૩, અધિનિયમ પ૦૯,૧૦,૧૧ હેઠળ વાયરલેસ વિભાગ, એક સ્‍પે. ઓર્ગેનાઇઝેશન છે. જેનું માળખું નીચે મુજબ છે.
માળખુ

(
૧) સીની. પો.સબ ઈન્સ. વાયરલેશ, આહવા-ડાંગ

જે પોલીસ અધિક્ષક, વાયરલેસ, વાયરલેસની સીધી  દેખરેખ અને નિયંત્રણ હેઠળ
વાયરલેશ વિભાગની વાયરલેસ આહવા-ડાંગ સાયફર, વર્કશોપ, એચ.એફ.,જીસ્‍વાનનું, જનરલવર્કશોપનું સંચાલન તથા જીલ્લાના સ્થાનિક તેમજ પોલીસ સ્ટેશનો સાથેના એચ.એફ. તથા વી.એચ.એફ. વાયરલેશ સંદાશાઓ ની આપ-લે ની કામગીરી ઉપર જનરલ સુપરવીઝન કરશે તથા તેમણે તમામ વારયલેસ સ્‍ટાફ/ સાધનોને લગતી વહીવટી ફરજો અદા કરવી.


વિભાગ -- વર્કશોપ આહવા-ડાંગ ,

વાયરલેસ વિભાગનું  મંજુર સ્‍ટ્રેન્‍થ

હાજર સ્‍ટ્રેન્‍થ

પો.સબ ઈન્સ-૬

રેડીયો ટેકનીશ્યન -૩

રેડીયો ઓપરેટર-પ


(ર)પો.સ.ઇ.વર્ક શોપ/ સ્‍ટોર

વાયરલેશ સ્ટેશનો ( એચ.એફ./વી.એચ.એફ.) નું ઈન્સ્ટોલેશન , મેઇનટેનન્‍સ કામગીરી, તેમજ પોલીસ સ્‍ટેશનો, પોલીસ મોબાઇલો, કન્‍ટ્રોલરૂમ, રીપીટર આઉટ પોસ્‍ટ ચેક પોસ્‍ટ ખાતે વાયરલેસ વી.એચ.એફ. સેટોનું ઇન્‍સ્‍ટોલેશન, મેઇનટેનન્‍સ, રીપેરીંગ કામગીરી

(૩) રેડિયો ટેકનીશ્‍યન

જુદાજુદા બંદોબસ્‍ત વખતે વાયરલેસ સ્‍ટેશનો ઉભા કરવા, રીકવીજીટ વાહનોમાં વાયરલેસ સેટ ફીટ કરવા, બંદોબસ્‍ત વખતે વોકીટોકી સેટ,તેમજ હેન્‍ડ હેલ્‍ડ મેટલ ડીટેકટરની ફાળવણી કરવી ડોર ફ્રેમ મેટલ ડીટેકટરનું ચાર્જીંગ કરવું વગેરે કામગીરી.
૪. સાયફર વિભાગ --
(હાલમાં ચાર્જ વલસાડ જિલ્‍લાને સોંપેલ છે. પો.સ.ઇ.

પો.સ.ઇ.
મંજુર સ્‍ટ્રેટન્‍થ -ર

હાજર સ્‍ટ્રેન્‍થ- નીલ

પો.સબ ઈન્સ.-ર  

ગુપ્‍ત સંદેશાઓનું કોડીંગ ડીકોડીંગ કરીતેને સંલગ્‍ન અધિકારી/ પોલીસ વડા તરફ રવાના કરવી. વિભાગની વહીવટી કામગીરી કરવી.

પ. એચ.એફ. તથા જી.એસ.વાન. સ્ટેશન / પોલનેટ
 

મંજુર સ્‍ટ્રેન્‍થ

હાજર સ્‍ટ્રેન્‍થ

પો.સ.ઇ. ઇન્‍સ્‍પે-૧

 

રેડિયો ઓપરેટર-પ

 


એચ.એફ. તથા જી.એસ.વાન. સ્ટશનો ઉપર સ્‍ટેટ કન્‍ટ્રોલ અને અન્‍ય જિલ્‍લાના અંગ્રેજી ભાષાના સંદેશાઓની આપ- લે ની કામગીરી તેમજ નવું પોલનેટ સ્‍ટેશનનું સંચાલન, તથા સુપરવિઝન ઓપરેટર સ્‍ટાફનું સુપરવિઝન.

જીલ્લામાં આવેલ પોલીસના વાયરલેશ સ્ટેશન.

  • એચ.એફ. વાયરલેશ સ્ટેશન આહવા-ડાંગ નેટ બી ડે એંન્ડ નાઈટ
  • જી.એસ.વાન. સ્ટેશન આહવા-ડાંગ કોમ્પ્યુટર
  • એચ.એફ. આર.ટી. સ્ટેશન આહવા-ડાંગ ડે એંન્ડ નાઈટ નેટ
  • પોલનેટ સ્ટેશન આહવા-ડાંગ સેટેલાઈટ કોમ્યુનીકેશન, ફેકસ / વોઈસ/ડેટા મેંનેજીંગ
  • વી.એચ.એફ. કંટ્રોલરૂમ, આહવા-ડાંગ, તથા તમામ પો.સ્‍ટે. અને આઉટ પો.સ્‍ટ
    (
    ૧) જિલ્‍લા નેટ (ર) એસ.સી.આર.નેટ,

૬. ઇન્‍ટરસ્‍ટેટ  રીપીટર સ્‍ટેશન , સાપુતારા

(
૧) જિલ્‍લા નેટ (ર) એસ.સી.આર.નેટ, (૩) ઇન્‍ટર સ્‍ટેટ નેટ વર્ક

રાજયમાં આવેલ તમામ રીપીટર સ્‍ટેશનો સાથે સંપર્કમાં રહેશે.. વીઆઇપીઓનું પાયલોટીંગ- એસ્‍કોટીંગ અને સ્‍ટેટ ટ્રાફિકના પેટ્રોલીંગ વાહન ઉપર સુપરવિઝન

  • જીલ્લામાં આવેલ દરેક પોલીસ સ્ટેશન તથા ઓ.પી.માં લગાડેલ વી.એચ.એફ. સ્ટેશન. વાયરલેસ સ્‍ટેશનો ઉપર નિયંત્રણ અને સુપરવિઝન
  • જીલ્લામાં ફરતી પોલીસ / રેવન્‍યુ  મોબાઈલ વાન માં લગાડેલ વી.એચ.એફ.સેટની મદદથી લોકેશન મેળવવા અને કન્‍ટ્રોલ કરવો.

પી.એમ. ભાગ-ર-નિયમ-૧૯૦

પોલીસ વાયરલેશ ગ્રીડનો ઉપયોગ કરવા બાબત. (૧) પોલીસ વાયરલેશ સ્ટેશનને કાયદો અને વ્યવસ્થાની જાળવણીને લગતા સંદેશાઓ પસાર કરવા માટે પ્રાથમીક રીતે લાયસન્સ આપવામંા આવશે. લાયસન્સની શરતો નીચે આ વાયરલેશ સ્ટેશનનો ઉપયોગ બીજા હેતુ માટે કરવાની સખ્ત મનાઈ છે. પોલીસ વાયરલેશ ગ્રીડ ઉપરથી કાયદો અને વ્યવસ્થાને લગતા ન હોય તેવા સંદેશાઓનું પ્રસારણ કરવુ તે લાયસન્સની શરતોનું ઉલ્લંધન થયાનું કારણ બને છે.

નીચેનું લીસ્ટ કાયદો અને વ્યવસ્થાની વ્યાખ્યામાં સમાવેશ થતા વિષય બાબતમાં માર્ગદર્શન આપે છે.

(
એ.) કાયદો અને વ્યવસ્થાના સંદેશાઓ --

   
સંબંધકર્તા સંદેશાઓ --

  • સમન્સ અને વોરંટની કેસની સુનાવણી વખતે કોર્ટમાં હાજર થવા
  • તહોમતદારને પકડવાની લગતી ઠેકેદારોની હીલચાલની માહીતી
  • ડીફ્રીઈટી બાબતે
  • ખુન કેસ વખતે
  • ચોરીના કેસમાં ધરપકડ અને તેને લગતી કાર્યવાહી
  • ચોરાયેલી મિલ્કત માટે જડતી કરવા માટે, જપ્ત કરવા માટે અને કબજામાં લેવા માટે
  • ચોરાયેલ મિલ્કત માટે તપાસ કરવા
  • પોલીસ માણસોની એસ્કોર્ટ પાર્ટી મંગાવવા
  • લાંચ રૂશ્વતના કેસોમાં
  • કસ્ટડીમાં હોય તેવા તહોદારને લગતી માહીતી
  • શકમંદ માણસો સામે થયેલ આક્ષેપોની ખરાઈ માટે
  • મીલેટરી અને પોલીસમાથીભાગી ગયેલાના વર્ણન માટે
  • આઈ.બી. , વીજીલન્સ નીચેના માણસોની હીલચાલ
  • પરદેશ રાષ્ટ્રોના વતનીઓના પાસપોર્ટનું વેરીફીકેશન કરવા
  • સ્થાનિક કરી પાકીસ્તાન ચાલી ગયેલા મુસ્લિમોના માટે
  • ગુનાના આંકડાઓ માટે
  • ઓળખ પરેડ
  • રાજયનું વાયરલેશ ખાતુ્રં ખામી વાળુ જણાય ત્યારે
  • કટોકટી હોય ત્યારે પોલીસના માણસોની માગણી કરવા માટે .
  • વી.આઈ.પી.ના ટુર પ્રોગ્રામ વખતે / રાષ્ટ્રપતિ , એલ.ચી
  • ગુમ થયેલા માણસોની માહીતી તેઓને શોધવા માટે પોલીસે કરવાના પ્રયત્નો અંગે
  • ફરજ પરના પોલીસ કર્મચારીઓની હીલચાલ માટે
  • પાછલી સજા ખાધેલાની હકીકત વેરીફાય કરવા માટે
  • પોલીસના માણસોનાં મળત્યુને લગતો રીપોર્ટ કરવા
  • કોમી તોફાનોના પ્રસંગે પસંદગી કે જેમાં ઈન્સાની ધમકી અપાયેલ હોય અથવા ખરેખર કોમી તોફાનોના બનાવ
    બની ગયેલા હોય
  • હડતાલ , ભુખહડતાલ, મજુરોની અથવા કામદારોની હડતાલ
  • સી.આઈ.ડી. વીજીલન્સ નીચેના માણસોની હીલચાલ
  • સરકારી નોકરીને તેમની ફરજ બજાવતા ખુલ્લા મેદાનમાં ટોળા ઉપર કરેલ ગોળીબાર
  • પ્રતિબંધીત કાયદાઓ અને તે કાયદાઓનું ઉલંધન
  • કેદીઓનું ભાગી જવુ અને ફાંસીની સજા ખાધેલ કેદીની સજા અટકાવવા બાબત.
  • જેલમાં હુલ્લડ ફાટી નીકૃવું
  • કેદીઓની ભુખ હડતાલ
  • વીશીષ્ટ ઈતિહાસ વાળા કેદીઓના સ્થળાંતર બાબત.
  • જાહેર સભાઓ
  • દેખાવો ,સરકારી વિરોધી દેખાઓ અથવા વી.આઈ.પી.ની મુલાકાત વખતે મહત્વના પ્રસંગોએ દેખાવો યોજવા.
  • સરધસો
  • જાહેર સુલેહશાંતી ભંગના કટોકટી વખતના કેસોમાં અથવા જાહેર સલામતીના કેસને અસરકરતા કેસોમાં

(બી) અર્ધ કાયદો અને વ્યવસ્થાના પોલીસ વહીવટને લગતા સંદેશાઓ.

  • પોલીસ માણસોને જુદાજુદા હોદામાં મુકવા અને નિમણુંક કરવી. પોલીસના સ્ટે્રન્થને લગતા આંકડાઓ , પ્રમોશન નીચલી પાયરીએ ઉતારી મુકવા વિગેરે.
  • પોલીસના માણસોને અભ્યાસક્રમની તાલીમમાં મોકલવા.
  • પોલીસના માણસોના કેરેકટર રોલ , સર્વિસ બુકો વિગેરે.
  • આંતરરાજય અને રાજય કક્ષાની પોલીસ અધિકારીની કોન્ફરન્સ
  • કાયદો અને વ્યવસ્થા જાળવવાને લગતુંપોલીસનું પરોષ રીતે વ્યવસ્થા જાળવવાનું કામ.

(સી)સર્વિસ મેસેજ ઓફ ડાયફરેકટર કોઓર્ડીનેશન પોલીસ વાયરલેશો -

  • આંતર રાજય પોલીસ વાયરલેશ ગ્રીડનો સંદેશા વ્યવહાર અને તેની જાળવપણીને લગતા સંદેશાઓ જેવાકે રોજીદા સાધનો રીપોર્ટ અને બીજી ઉપયોગી બાબતો.

નોંધ --

  • ઉપરના એનાલીસ્ટ અનુક્રમે (ર૦)માં જણાવેલ વી.આઈ.પી.ના પ્રવાસ કાર્યક્રમોને લગતા વી.આઈ.પી. માટેના સરકારી લેનના સ્થળનાંતરને લગતા સંદેશાઓ કે જેને લગતી સુચનાઓ પોલીસ સુપ્રિટેનડનટને વખતો વખત આઈ.જી.પી.શ્રી તરફથી મોકલવાનું આવતી હોય તે સંદેશાઓ.
  • લાયસન્સની શરતોનું કડક પાલન થાય તે હેતુથી બધા અધિકારીઓએ ઘ્યાન આપવું જોએ કે ઉપરના સબરૂલ્સના 1 માં જણાવેલ ત્રણેય કેટેગરીના લીસ્ટમાં સંદેશાઓ સિવાયના બીજા સંદેશાઓનો ઉપયોગ ન થાય . વાયરલેશ સ્ટાફ સ્ક્રીનીંગ માટે જવાબદાર છે.તેઓએ પણ આવા સંદેશાઓ સ્વિકારવા જોઈએ નહી.
     
    • કેટલાક તાકીદના પ્રસંગો જેવા કે, કુદરતી આફતો , પુર, ધરતીકંપ, દુષ્કાળ, વગેરેને લગતા સદેશાઓ કાયદો અને વ્યવસ્થાને લગતા સંદેશાઓ કરતાં આવા ચોકકસ કામના સંદેશાઓ માટે જયારે પોલીસ વાયરલેશનો ઉપયોગ કરવાનું જરૂરી થાય અથવા સ્પષ્ટ વહીવટી સંદેશાઓ આવા કટોકટીને લગતા કે જેના પર તુરતજ ઘ્યાન આપવાની આપવાની જરૂરીયાત હોય તે માટે ઉપયોગ કરવાની જરૂર ઉભી થાય ત્યારે આવા સંદેશાઓ પોલીસ વાયરલેસ મારફતે પસાર કરવા માટેની પુર્વ મંજુરી વાહન અને સંદેશા વ્યવહાર ખાતાની મીનીષ્ટ્રી ઓફ હોમ અફેર્સ મારફતે તાર દ્ધારા મેળવી લેવી જોઈએ. સામાન્ય રીતે તાકીદના પ્રસંગોએ ચોકકસ કેટેગરીને અનુકુળ સંદેશાઓ ખાસ મુદત માટે પસાર થવાની લાયસન્સીંગ ઓથોરીટી પરવાનગી આપશે.
    • પોલીસ વાયરલેશ ગ્રીડનું તાકીદના પ્રસંગોએ ઉપયોગ કરવાની પરવાનગી આપવા માટે અરજી કરતી વખતે નીચે જણાવેલ માહીતી સરકારને પુરી પાડવી જોઈએ.
       
      • જે માટે પરવાનગીની જરૂરીયાત છે. તે વાપરવાના સ્ટેશનનું લોકેશન અને સ્ટેશનને બોલવા માટે સંકેત
      • પીરીયડ
      • કટોકટીનો પ્રકાર
      • શા માટે રાબેતા મુજબના સંદેશા વ્યવહારની ચેનલ ગણવામાં આવતી નથી. તેના કારણો
      • પરવાનગી આપવા માટે બંધ બેસતી બીજી કોઈ વિગતો.
         
    • અગર જો કોઈ કેસનું ભારત સરકારની પુર્વ મંજુરી મેળવવામાં ઢીલ થવા પામે તેમ હોય અને રાજય સરકારના રાહત કામોને ગંભીર નુકશાન થાય તેમ હોય ત્યારે ભારત સરકારની મંજુરીની અપેક્ષાએ ચીફ સેક્રેટરીની પુર્વ મંજુરીથી પોલીસ વાયરલેશ ગ્રીડની આવી આપત્તી વેળાના સંદેશાઓ પસાર કરવા માટે ઉપયોગ કરી શકાય તેમ છતા્રં પાછળથી મંજુરી જેમ બને તેમ જલ્દી મેળવી લેવી. આવી મંજુરી ર૪ કલાકમાં મેળવી લેવી. તે ઈચ્છવા યોગ્ય છે. આવી મંજુરી જો પોસ્ટ ટેલીગ્રાફ લાઈન ખરાબ હોય તો વાયરલેશ દ્ધારા મેળવી શકાય છે.
       
  • જયારેજયારે કોઈ તાલુકા મથકે વાયરલેશ સ્ટેશન ખોલવામાં આવે અથવા એક સ્થળેથી બીજા સ્થળે બદલવામાં આવે ત્યારે સંબંધકર્તા અધિકારીઓએ ખાતરી કરવી જોઈએ કે તેનો ઉપયોગ કાયદો અને વ્યવસ્થાને લગતા ન હોય તેવા વહીવટી સંદેશાઓનું પ્રસારણ ભારત સરકારની મંજુરી મેળવ્યા સિવાય કરવામાં આવતું નથી.
  • પોલીસ વાયરલેશ ગ્રીડનો ઉપયોગ કાયદો અને વ્યવસ્થાને લગતી ન હોય તેવી બાબતો માટે કરવા માટે કોઈપણ અધિકારીએ ભારત સરકાર મીનીષ્ટ્રી સાથે સીધો પત્રવ્યવહાર કરવો નહી. બધીજ દરખાસ્તો યોગ્ય ચેનલ મારફતે રાજય સરકારના ગૃહખાતા મારફતે વિચારણા માટે મોકલવી જોઈએ.
  • પોલીસ વાયરલેશ સર્કીટને મુશ્કેલીમાં મુકાયેલ એસેટલીનના બચાવ, મદદ અને શોધખોળ માટે તેને લગતી માહીતી પ્રસાર કરવાની પરવાનગી આપવામાં આવેલ છે.
  • પોલીસ વાયરલેશ ગ્રીડ મારફતે પસાર કરવામાં અને ઝીલવામાં આવતા ખાનગી સંદેશાઓ કે જે અંગત પ્રકારના હોય તે સંદેશાઓ માટે મોકલનાર અને મેળવનાર અને લાગતા વળગતા ઓપરેટરને માટે ગંભીર પગલાં માટે જવાબદાર ગણાશે. રજીસ્ટર, રજાનોપગાર, પગાર અને ભથ્થા તે બધા પ્રશ્નો અંગત પ્રકારના છે. પોલીસ વાયરલેશ ગ્રીડ પર પસાર કરવા માટે સ્વિકારવામાં આવતા નથી. બધાજ બીન પોલીસ સંદેશાઓ જુદા પાડવા જોઈએ. તે ઉપર ડી.એમ.ની પહેલાં કાઉન્ટર સહી લેવી અને પછી પસાર કરવા જોઈએ.
    કોઈપણ ઓફીસર પોતાના જોખમે અથવા બીજા કોઈ ઓફીસરના જોખમે આવા કોઈ જુદા પાડયા સિવાયના સંદેશાઓ આપશે તો તેણે તે સંદેશાઓ મોકલવાની બધી જ કિંમત ચુકવવી પડે અને તે ઉપરાંત ખાતાકીય પગલાં માટે જવાબદાર રહેશે.
  • જયાં વાયરલેસ રીસીવીંગ અને ટ્રાન્સમીટીંગ સ્ટેશન હોય ત્યાં પોલીસ ઓફીસરે સબ રૂલ ૧ની સુચનાઓ ઘ્યાનમા રાખવી . કોઈપણ સંદેનો કે વાયરલેશની ગ્રીડની ગેરહાજરીમાં ટેલીગ્રાફ મારફતે મોકલાયો હોય તો તે પણ જો વાયરલેશ ગ્રીડનો સંદેશો હોય તો તે સંદેશો મોકલવા માટે વાયરલેશ ગ્રીડનો ઉપયોગ કરવો જોઈએ. આ નિયમો ભંગ થવાના કીસ્સામાં કરેલ ટેલીગ્રાફનો ખર્ચ સંબંધકર્તા અધિકારી પાસેથી વસુલ લેવામાં આવશે. પોલીસ ઓફીસર ન હોય તેવા સરકારી કર્મચારી સંદેશો મોકલનાર હોય તો પણ સંદેશો કાયદો અને વ્યવસ્થાને લગતો હોય તો તે વાયરલેસ ગ્રીડ મારફતે મોકલી શકાશે.
  • પોલીસ વાયરલેશ ગ્રીડનું કોઈપણ બિનઅધિકૃત રીતે ઉપયોગ કરવાથી લાયસન્સની શરતોનું ઉલ્લંધન થાય છે અને તે લાયસન્સ રદ કરી શકાય છે.

પી.એમ. ભાગ-ર - નિયમ -૧૯૧ --

રાબેતા મુજબ વાયરલેશના સંદેશા વાયરલેસ સ્ટેશનને મળ્યાના અનુક્રમ મુજબ ગોઠવવામાં આવે છે અને તે મુજબનો નિકાલ થાય છે અથવા વાયરલેસ સ્ટેશનને આપેલા ટાઈમ મુજબ અનુક્રમે નિકાલ થાય છે. તેમ છતાં કેટલાક સંદેશાઓનો ઝડપી નિકાલ ખાસ જરૂરી હોય અને તેથીજ આ બાબતે સ્રંદેશાઓની સરખામણીના સંબંધમાં પાયાની છે. તદઉપરાંત સંદેશાઓ જુદાજુદા રૂપમાં વગીર્ળકરણ માગી લે છે. તેટલા માટે અગાઉ મળેલા સંદેશો કરતાં આવા સંદેશાઓને અગ્રીમતા આપવા માટે નીચે મુજબની પ્રાયોરીટી સિસ્ટમ નકકી કરવામાં આવેલ છે. વાયરલેશ મોકલનારે અગ્રીમતા વાળા સંદેશાને વાયરલેસ સ્ટેશને મોકલવા તાતકાલીક વ્યવસ્થા કરવી જોઈએ.

(એ) ક્રેશ, (બી) મોસ્ટ ઈમીડીએટ (સી) ઈમીડીએટ (ડી) ઓર્ડિનરી

(એ) ક્રેશ -- જયારે આ પ્રકારના પ્રાયોરીટી મેસેજ આવે ત્યારે જયાં સુધી આ મેસેજનો નિકાલ ન થાય ત્યાં સુધી રેડીયો સ્ટેશન સમાચારને લગતી વળગતી બધીજ ચેનલો થોડા સમય માટે બંધ કરી દેવામાં આવે છે. એટલા માટે તેનો ઉપયોગ અપવાદ રૂપ સંજોગો સિવાય કરવા ઉપર મર્યાદા બાંધવામાં આવેલ છે.કારણ કે આ પ્રકારની પા્રયોરીટીને એટલી બધી અગત્યતતા આપવામાં આવે છે કે ગમે તેવા અગતયના વ્યવહારને રોકીને પણ આ પ્રકારના સંદેશાઓને આગળ જવા દેવો. જયાં સંદેશો લેના માનવ જીવન બચાવવાના અથવા કીમતી વસ્તુને થતું નુકશાન અટકાવવા માટેનું પગલું લેવા માટેનો કામ કરવાનો સમય હોય ત્યાં આ પ્રાયોરીટીનો ઉપયોગ થાય છે.

(બી) મોસ્ટ ઈમીડીએટ -- આ પ્રકારની પ્રાયોરીટીનો ઉપયોગ કુદરતી અકસ્માતો , હુલ્લડ, ખુન, કોમવાદી , સમાજ વિરોધી રાજકીય હડતાલો , અકસ્માતો , હુલ્લડ , ખુન, લસલામતીના પગલાં અને પોલીસ દળની અગત્યની હીલચાલને સંબંધીત સુચનાઓ પાઠવતાં સંદેશાઓ પુરતુ મર્યાદીત કરવામંા આવે છે. જેમાં સંદેશાઓ જેને મોકલવા હોય તેને તાત્કાલીક મળી જાય એવો ઓરીજીનેટરનો અભિપ્રાય હોય તો પણ આ પ્રાયોરીટીનો ઉપયોગ કરી શકાય.

(સી) ઈમીડીએટ -- આ પ્રકારની પ્રાયોરીટીનો ઉપયોગ તાત્કાલીક ઘ્યાન આપવા અને ઝડપી પગલાં લેવા માટે કાયદો અને વ્યવસ્થાની અગત્યની માહીતી જણાવવા માટે થાય છે. દા.ત. હડતાલ, તોફાન, હુલ્લડ, વિગયેરેની સંભાવના વખતે તથા સરકારી ઉચ્ચ અધિકારીઓ કે કાયદો અને વ્યવસ્થાને સંબંધિત હોય તેમની ફેરબદલી વગેરે અને રાજકીય નેતાઓ અથવા ભયંકર ગુનેગારની હીલચાલ સંબંધી સંદેશાઓ મમાટે ઉપયોગી થઈ શકે છે.

(ડી) ઓર્ડિનરી -- આ પ્રકારના સંદેશાઓ ચાલુ પ્રકારના કે જે રોજીંદા કામમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં જણાવેલ અને ઉપર જણાવેલ એકપણ પ્રકારમાં આવતું ન હોય છતાં તે એટલા અર્જન્ટ હોવા જોઈએ કે વાયરલેશથી મોકલવા પડે છે.

ઉપર જણાવેલ દ્રષ્ટાંત સખત રીતે અને ચુસ્ત નહી પરંતુ ઓરીજીનેટરને બતાવવા માટેના વિસ્તળત દર્શક તરીકેના છે. ઓરીજીનેટરની ફરજ છે કે દરેક સંદેશાઓની પ્રાયોરીટી નકકી કરવી. અને જરૂરીયાત હોય તો સાથે શકિતમાન હોય તેવી ઓછામાં ઓછી પ્રાયોરીટી આપવી, દર્શક તરીકે અને પ્રાયોરીટીના સાચા અર્થ માટે નીચે. મુજબના પ્રાયીરીટીના મથાળા નકકી કરવામા્રં આવ્યા છે. કે જે આખા દેશના પોલીસ દળના એકસરખા છે. તેમ છતાં કોઈ પોલીસ ઓફીસર ઉપર જણાવ્યા વિભાગના સંદેશાને ઉચ્ચતર પ્રાયોરીટી આપી શકે છે.

(એ) મોસ્ટ ઈમીડીએટ -- ચીફ સેક્રેટરી , હોમ સેક્રેટરી, ડી.એમ., આઈ.જી.પી., સી.પી., ડી.આઈ.જી.પી. અથવા તેમના સરખા દરજજાના અને પોલીસ સુપ્રિ. રેડીયો ઓફીસર માટે.

(બી) ઈમીડીએટ -- ડેપ્યુટી સુપ્રિ. સબ મેંજી., પોલીસ ઓફીસર, અન્ડર સેક્રેટરી હોમ. અને આસી. સેક્રેટરી, ફોન , ડી.વાય.એસ.પી. અને પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઓફીસર માટે

(સી) સ્ટીન - રોજીદું કાર્યક્રમ ઉપર જણાવેલ બધી ઓફીસો (૩) મુજબનું વિભાગીકરણ સામાન્ય રીતે લાગું પાડવામાં આવે છે. અને જુદા જુદા રાજયોના સમકક્ષ દરજજાના અમલદારોની બાબતે વિભાગી કરણના અમલ માટે છે. બધા સંદેશા મોકલનારાઓએ યાદ રાખવું જોઈએ કે જયારે નકકી કરેલ પ્રાયોરીટી કે જે સંજોગોમાં મેસેજ મોકલવાનો હોય તેને ઓછામાં ઓછા શકિતમાન પ્રાયોરીટી ઉપર જણાવ્યા પ્રમાણેના ક્રમ મુજબ આપવાનો ઉપયોગ કરવો જરૂરી નથી.

દા.ક. એક પોલીસ સુપ્રિ. પ્રાયોરીટી સુધી સંદેશાઓનો અધિકારી આપી શકે પરંતુ તેઓ એથી તેમના બધા સંદેશા આ પ્રાયોરીટીજ મોકલશે અને બીજા ઓફીસરો કે જે ઉપરની જુદીજુદી કેટેગરી સામે જણાવેલ સિવાયના હોય અને એવી અરજન્ટ પરિસ્થિતી આવી પડી હોય તો તે પ્રમાણે પ્રાયોરીટીનો ઉપયોગ કરી શકે છે.

રાજય પોલીસ ઓગળેનાઈઝેશનના ચાર્જના મુંખ્ય પોલીસ રેડીયો ઓફીસર ઉપરોકત ઓફીસર ( ઓથોરીટોનો ) સંદેશો મોકલનાર દ્ધારા પ્રાયોરીટીનો ગેરઉપયોગ થતો નથી. તેની ચકાસણી કરે.

પી.એમ. ભાગ-ર - નિયમ -૧૯ર -- સંદેશા લખવા બાબતની સામેની સુચનાઓ --

સંદેશા વાંચી શકાય તેવી રીતે લખવા જોઈએ અને તેના મુકરર કરેલ ફોર્મ, સ્પે. આઈ.જી.પી. - ડબલ્યુ.ટી૯૭ અને ૯૮ માં ટાઈપ રાઈટીંગથી લખવા ફોર્મમાં આપેલ દરેક શબ્દો લખવા.

રાબેતા મુજબની એક કોપી સંદેશાની પસાર કરવા માટેની રેડીયોમાં મોકલવામાં આવશે. જે કોપી તેના કબજામાં રહેશે. એક કરતાં વધુ ઓથોરીટીને સંબોધેલ સંદેશાના કેસમાં જરૂરીયાત મુજબની કોપીની સંખ્યા સ્થાનિક સુચના મુજબની લખી મોકલવી. આનાથી રેડીયો સ્ટેશનમાં જુદેજુદે સ્થળે પસાર કરવા માટેના સંદેશાઓની બહારની કોપીઓ બનાવવામાં ધણો નકામો ટાઈમ બગડશે નહી. અને સંદેશો પસાર કરવામાં થતી ઢીલ નિવારી શકાશે.
સબોધનમાં અધિકારીઓના હોદો અથવા ઓફીસના ખાતાનું નામ અને ઓફીસનું નામ હોવું જોઈએ . જે ટુકું સરનામું મંજુર કરેલ હોય તે મળી આવે તો તે ટુંકાસરનામાનો ઉપયોગ કરવો જોઈએ. કોઈપણ સંજોગોમાં મથાળાને પુરોગામી શબ્દ લગાડવો નહી.

માહીતી માટેનું સ્રંશોધન -- આઈ.એન.એફ.ઓ. - જો સરનામું ધરાવનાર સિવાય કોઈ બીજી ઓથોરીટીને પણ મોકલવાનો હોય તો તે ઓથોરીટીનું નામ , હોદો અને ઓફીસના નામ સાથે તેમના ખાતાનું નામ સાથોસાથ સ્ટેશનનું નામ આ જગ્યાએ દાખલ લખવું. મંજુર કરેલ ટુંકું સરનામું મળે તો તેનો લેખિત ઉપયોગ કરવો જોઈએ.

મોકલનારનું નામ -- અધિકારીનું નામ / હોદો ઓફીસના નામ સામે સંદેશો મોકલનારના ખાતાનું નામ લખવું . પ્રમાણીત થયેલ સરનામું શકય હોય તો ઉપયોગ કરવો.

સંદેશો મોકલનારનો નંબર --ઓપરેટર -- સંદેશો મોકલનારે કોરસ પોન્ડસનો રેફરન્સ નંબર નાખવો. તારીખ- જે તારીખે સંદેશો આવ્યો હોય તે ખાનામાં લખવી. આ તારીખ ત્રાંસી લીટીઓથી જુદી પાડીને આંકડાઓમાં લખી . દા.ક. ર૯ મી સપ્ટેમ્બર ૧૯૭૪ ને બદલે ર૯/૯/૭૪ એમ લખવું. જવાબ આપવામાં જે રેંફરનસ નો નંબર આપવામાં આવે તે સંદેશાના કોરસપોન્ડન્સનો રેંફરનસ મુકરર કરેલ જગ્યાએ લખવો . આ સિવાય આ સામાન્ય પ્રથા પ્રશ્નમા દાખલ કરવાનો ઉપયોગ કરવો. દા.ક. તમારા રેંફરન્સ નંબરના અનુસંધાને અથવા રેંફ નંબરના સામે ટુંકા હોદાનો ઉપયોગ કરવો.

તારીખ -- ડેઈટેડ - રેફરન્સ તારીખ એટલે કે સદેશાનો જવાબ કર્યાની તારીખ પણ ઉપર બતાવ્યા મુંજબ આંકડામાં દાખલ કરવી.

સીકયુરીટી કલાસીફીકેશન -- કલાસીફાઈડ - વર્ગીકૃત અથવા અનકલાસીફાઈડ અવર્ગીકૃત - કરેલા સંદેશાઓનો દરજજો જેવા કે ટોપસીક્રેટ અથવા કોન્ફીડેન્સીયલનો દરજજો અ કોલમમાં ઓરજીનેટર દ્ધારા ચોકકસ રીતે બનાવવો જોઈએ. ઓરીજીનેટરની એ જવાબદારી છે કે સંદેશાની અંદર સમાવેશ કરેલ માહીતીથી તેણે માહીતગાર થવું જોઈઅ અને તેને બંધ બેસતો હોય તેવો સાચો સિકયુરીટી દરજજો આપવો , કારણ કે સંદેશા ઉપર પરીશ્રમ પુર્વક તૈયાર કરેલ હોય છે બાબત.

ટેકસીસ્ટ -- રેડીયો સ્ટેશનમાં મોટાભાગના ટ્રાફીકને હાથ ધરવાના કારણે અને વળી સંદેશા ટુંકા અને બુઘ્ધિગમ્ય વાંચી શકે તેવા અને સારી ભાષામાં હોવા જરૂરી છે. સંદેશો લખતાં પહેલાં તેની વિગતમાં પુરતું ઘ્યાન આપવુ જોઈએ. સંદેશામાં પ્લીઝ કાઈન્ડલી, વુડ બી ગ્રેટફુલ વિગેરે શબ્દોનો ઉપયોગ કરવો નહી અને તેવા શબ્દો સંદેશામાથી કાઢી નાખવા તે અવિવેક કે અનમ્રતા નથી.

નીચે જણાવ્યા મુજબની સુચક ચિન્હો સંદેશો લખવામા વાપરી શકાય.

1. રાખેલ બાબતમાં સર્કલમા ફુલસ્ટોપ હોવાથી કે ટાઈપરાઈટીંગથી લખવું. વિગતના અંતે ફુલસ્ટોપ જરૂરી નથી. દા.ત.

(૧) કોમા લખવાનું ચિન્હ "" , ""

(ર) ઈન્વર્ડ કોમા "" ""

(૩) હાઈફન -

(૪) ઓબ્લીંગ કે સ્ટ્રોક ફેંકશનનું ચિન્હ /

(પ) કૌંસમાં લખવાનું ચિન્હ - -

(૬) ડેસીમલ પોઈન્ટનું ચિન્હ .

ઉપર જણાવ્યા મુજબના ચિન્હો સિવાય કોઈ વ્યાકરણ કે મેથેમેટીક ચિન્હો લખવા નહી અને એ સાવચેતી રાખવી જોઈ કે આવા ચિન્હોસંદેશામાંથી દુર રાખવાનો હેતુ બદલાઈ જતો નથી. કોઈપણ હિસાબે સંદેશાની રીતને ખાતાવાળા પત્રકના રૂપમાં હોવા જોઈએ નહી. કે જે રેડીયો સ્ટેશન દ્ધારા પસાર થઈ શકે નહી.

પ્રાયોરીટી એ ઈચ્છવા જોગ છે કે ઓર્ડીનરી સંદેશા કરતાં અગત્યના સંદેશાનું જલદી પ્રસારણ થવું જોઈએ. તેથી પ્રાયોરીટીની ડીગ્રી તેના ખાતાં લખવી જોઈએ. પ્રાયોરીટીની કેટેગરી અને તેનો કેમ ઉપયોગ કરવો તે રૂલ્સ નં. ૧૯૧ માં આપવામાં આવે છે.

ઓરીજીનેટરની સહી તથા હોદો --

ઓરીજીનેરટને સહી તથા તેના હોદા ફોર્મમાં યોગ્ય જગ્યાએ આપશે. જે દર્શાવશે કે તેણે પ્રાયોરીટીના વર્ગીકરણ સહીત સંદેશાનું લખાણ મંજુર કર્યું છે. અને તે રેડીયો દ્ધારા પ્રસારણ માટે પ્રમાણીત કરેલ છે. જેનો સત્તા આપેલ છે તે વ્યકિત નીસહી વગરના સંદેશા રેડીયો દ્ધારા પસાર કરવા માટે સ્વીકારવામાં આવશે નહી.

ટાઈમ ઓફ ઓરીજીન -- ટુ - સંદેશો લેતી વખતનો ટાઈમ -- જે સંદેશામાં ઓરીજીનેટરની સહી કરી તેમાં યોગ્ય ખાતામાં તે ટાઈમ ચાર આંકડામાં લેશે. પહેલાં બે આંકડા કલાક દર્શાવશે. પછીના બે આંકડા મીનીટ દર્શાવશે આમ સવારના છ વાગીને ઉપરપાંચ મીનીટને ૦૬પ૦ લખાશે. સમય માટે (અવર્સ) ના ટુંકા અક્ષરો વપરાશે નહી. બધા કેસોમાં ઓરીજીનેટર ટું લખવું જોઈએ. બાકીના મેસેજ ફોર્મના ખાતા વાયરલેશ સ્ટાફ માટેનાજ છે કે જેમાં ઓરીજીનેટર કાંઈ લખવાનું નથી.

ર. સંદેશા વાયરલેશ સંદેશાના ટ્રાન્સમીશનના કામના સમય દરમ્યાન આપવા જોઈએ.

૩. સંદેશાની એક ઓફીસ કોપી ઓરજીનેટરની ઓફીસ રેકર્ડ માટે રાખવાની હોય છે. જો સંદેશા કોઈ ઓફીસર્સ દ્ધારા ફોર્મ ઉપર લખવામાં આવે તો જ ઓપરેટર મલ્યાનો ટાઈમ વિરુઘ્ધની નોંધ કરવી.આ બધી વિગતોના ફોર્મ ડીસકનેટ પહેલાંની નોંધ કરવી અને તરત જ એક મીનીટ પછી ઓપરેટ ને નંબર ઉપર ફોન કરશે અને સંદેશાનું ડીકટેશન કન્ફર્મ કરશે સાથોસાથ આ કન્ફર્મેશન અંગે મેસેજ ઉપર નોંધ અનેયોગ્ય રીમાર્કસ આપશે.

૪. વાયરલેશ મેળવનાર સ્ટેશને મળેલા સંદેશાની સમાન ફોર્મ ઉપર નકલ કરશે. અને યોગ્ય તબકકે ભેગા થયેલ સંદેશાઓ સાયકલ ઓર્ડલી દ્ધારા લેનારને આપવા માટે રવાના કરશે. વાયરલેસના સંદેશાઓની ડીલીવરી માટે પોલીસ મોટર વાહન વાપરવા પ્રતિબંધ હોઈ વાપરવું નહી. જો અરજન્ટ સંદેશો હોય તો તે મેળવનારને ટેલીફોન દ્ધારા પહોંચાડી શકાય છે. પોલીસ ઓફીસરના ઉપરના સંદેશાને સાદી રીતે વાળી દેવા અને વાળેલા સંદેશાઓના ફોર્મ ઉપર સંદેશો મેળવનારનું નામ લખવું જોઈએ. પોલીસ ઓફીસરને મોકલવાના સંદેશા સિવાયના ઓફીસરને મોકલવાના સંદેશા જુના કરવરમાં મોકલવા અને કવર ઉપર ઉપયોગી લેબલ હોવું જોઈએ. કોન્ફીડીયન્સી અને કોડ મેસેજ ચોંટાડેલા અને ઉપરથી શીલ કરેલ કવરમાં મોકલવા જોઈએ. રાજકીય કોમી અને ધાર્મિક વિગેરેની મીટીંગ ને લગતા સ્રંદેશાની હકીકત અને અગત્યના માણસોની ધરપકડ અને હીલચાલ અને ડેકોઈટીસ ની ધરપકડ અને હીલચાલ અંગેના સંદેશા એટલે કોન્ફી. તરીકે વર્ણવા જોઈએ અને તેની ડીલીવરી ઉપર મુજબ કરવી.

પ. વાયરલેસ સ્ટે.માં મોકલેલ સંદેશા ઓની અસલ કોપીઓ ઓરજીનેટરને પાછી મોકલવામાં આવતી નથી. તેમજ રીવ્યુડ કરી શકાતી નથી. પણ વાયરલેશ સ્ટે.ની ઓફીસના રકેર્ડ માટે રખાય છે. સિવાય કે આવા મેસેજ કોડ મેસેજ હોય તો તે અપવાદરૂપ છે. ઓરીજીનેટર એ જાણવા માગતા હોય કે વાયરલેશ પોસ્ટે. માં આપેલો સંદેશો કયારે પસાર થયો છે તો તે જાતે જણાવવાની વ્યવસ્થા કરવી જોઈએ. તેણે વાયરલેશ સ્ટે. પાસેથી માહીતીની આશા રાખવી જોઈએ નહી. કારણ કે વાયરોલેશ સ્ટે. પાસે આવતા સંદેશા પ્રાયોરીટી અને ક્રમાનુસાર પસાર થાય છે.

૬. કોડથી લખાયેલ સંદેશાઓનું કોઈપણ રેકર્ડ વાયરલેસ સ્ટે.માં રાખવામાં આવતું નથી. ઓરીજીનેટર તરફથી લેવામાં આવતા્રં કોડ લખાયેલ સંદેશો કે જે બહાર ના સ્ટેશને મોકલવાના હોય છે તે તેમને પરત કરી તેનો નિકાલ કર્યાની પાવતી જોઈએ. એજ રીતે આઉટ સ્ટે. થી આવતા કોઈપણ કોડમાં લખાયેલ સંદેશાઓનું લોકલ રેકર્ડ રાખવામા્ર આવતું નથી. તેમ છતાં લોકલ રેકર્ડમાં તેવા સંદેશાઓના નિકાલ કર્યાનું ઈન્વડળ અને આઉટવર્ડ રજીસ્ટર રાખવામાં આવે છે.

૭. જયારે પોલીસ વાહનની ફેસીલીટી ભાંગી પડી હોય અને ઉપયોગ કરવામાં આવે તો ત્યારે અમદાવાદમાં સ્ટેટીક આર્મી રીઝનલ ઓફીસ દ્ધારા અને રાજયમાં બીજી જગ્યાાએ પણ સ્ટેટીક આર્મી સીઝનલ ઓફીસ દ્ધારા અગત્યના પી. સંદેશાઓને ટ્રાન્સફર કરવાના હોય ત્યારે આ અંગેના નિયમો વોલ્યુમ-૩, રૂલ્સ પ૧૪ માં આવેલા છે તે આધારે કરવા.

પી.એમ. ભાગ-ર - નિયમ -૧૯૩ --વર્ગીકરણ સંદેશાઓનું ઓરીજીનેટર ડ્રાફટીંગ અને હેંન્ડલીંગ કરવા માટે ની સુચનાઓ --

1. ઓરીજીનેટર ની જવાબદારીઓ - ટોપસિક્રેટ , સીક્રેટ અથવા કોન્ફી. ગ્રેડવાળા સંદેશાઓ એમની માહીતીની સલામતી પુરતી રક્ષા અને સ્પે. જાળવણી માંગી લે છે. અને તેથી ઓરીજીનેટર ડ્રાફટીંગના તબકકે અને દરેક તબકકે શરૂઆતથીજ ખુબ જ કાળજીપુર્વક રહેવાનું છે. ઓરીજીનીટર સંદેશો આપતાં પહેલાં નીચે મુજબના મુદાઓ પોતે જાતે નકકી કરવાના છે.

  • તેણે નકકી કરવાનું કે મુળ હેતુસર તે માટે સંદેશો કે શબ્દો કે સંદેશાનું કોઈ બીજુ ફોર્મ તેમાંથી શું સંદેશાવહન માટે ઉપયોગી છે.

  • જે સંદેશાઓ મોકલવાના છે. તેનું વર્ગીકરણ થયેલ છે અને થયેલ હોય તો હકીકતના વિષય બાબતે તે કયા સંજોગોમાં ઓછી સિકયુરીટી વર્ગ આપવો પડે તેમ છે.

  • સંદેશાને પ્રાયોરીટી આપવી જોઈએ. આ પ્રાયોરીટી હકીકતમાંના વિષય બાબતની અગત્યના ટ્રાન્સમીશનમાં લેવાના ટાઈમ અને બોલવામાં આવેલ હોય તેને લેવાની જરૂરી પગલાં વિગેરે બાબતોને લક્ષમાં લઈને પ્રાયોરીટી આપવી જોઈએ. એકાદ જરૂરીયાત કરતાં વધારે ઉંચી પ્રાયોરીટી આપવી નહી. ન્યાય ભરી રીતે આપેલી પ્રાયોરીટી ખરેખર અરજન્ટ સંદેશા ઓના નિકાલમાં સહાયરૂપ નીવડે છે.

  • જેને સંદેશો મોકલવાનો હોય તેનું નામ અને સંદેશાની બાબતમાં એકાદ આવી લખેલી હોવી જોઈએ.

ર. મેસેજ રાઈટીંગ - ડ્રાફટીંગ કરતી વખતે ઓરીજીનેટર ના માઈન્ડમાં નીચેના સિઘ્ધાંતોનો ખ્યાલ આપવો જોઈએ.

  • જે સંદેશાની બાબત હોય તે એવી ન હોવી જોઈએ કે સંદેશાના આપવાનો અર્થ કરે એટલે કે બાબત અરજનટ ન હોવી જોઈએ.

  • સંદેશાની બાબતમાં ટુંકી અને વિનયની બાબતે સંબંધકર્તા હોવી જોઈએ. ખોટા શબ્દભંડોળથી ભરપુર ન હોવી જોઈએ. પ્લીઝ, કાન્ડલી જેવા નમ્રતા ભર્યા શબ્દો શકય હોય તેટલા દુર કરવા જોઈએ.

  • સંક્ષિપ્તતા માટેની જરૂરી યાતને વધુ પડતો ભાર પણ ન આપવો પરંતુ સ્પષ્ટતાના ભોગે પણ સંક્ષિપ્તતા એ પણ સલાહકાર નથી.

  • સંદેશાને અસ્પષ્ટ અને ગુંચવણભર્યા બનાવતાં શબ્દ સમુહો દુર કરવા જોઈએ. ટુંકમાં એવી નીતી અપનાવી જોઈએ કે સંદેશો મોકલનાર માણસ છે. ( પોતાની રજુઆત બને તેટલી જલ્દી સમજાવી લાચાર ) અને સંદેશો મેળવનાર વધુ પડતો બુઘ્ધિશાળી નથી. ગુંચવાડા ભરેલા સંદેશો પણ સમજી શકવા બુઘ્ધિશાળી નથી.

  • આંકડાઓ, તારીખ, સમય બીજી અત્યંત જરૂરી માહીતીઓ સંદેશાને પસાર કરવા માટે મોકલતાં પહેલાં ચેક કરી લેવી.

  • જે કોઈ કેસમાં એકજ વિષયની બાબત એક કરતા વધુ એડ્રેસ ઉપર મોકલવાની હોય તો આવા એડ્રેસીઓને એક સામાન્ય સંદેશો મોકલવા માટે પ્રયત્ન કરવો. જો કોઈપણ માહીતી ખાસ એડ્રેસીને મોકલવી હોય તો ફકત ફોર...... ઓનલી માટે એ રીતે સંબોધીને તેની પાછળ તેને લગતી માહીતી લગાડવી આ રીતથી અલગ અલગ સંદેશાઓ પ્રાપ્ત કરવાનું ટળશે. જે દરેક શબ્દ કે વેસ્ટેજ દુર કરશે.

(બી) સીકયુરીટી ગ્રીડીંગ --

  • સબરૂલ-(૧) માં જણાવ્યા મુજબની ઓરીનીનેટર પોતે મોકલતાં સંદેશાનું કેવું સિકયુરીટી કલાસીફીકેશન આપવામાં આવેલ છે તે જોવું, સામાન્ય રીતે એ વલણ જોવામાં આવે છે કે , સંદેશાનો વિષય બાબતની જરૂરીયાત કરતા વધારે ઉંચું સીકયોરીટી કલાસીફીકેશન છુે તેથી દુર કરવો જોઈએ, અને સંદેશાને યોગ્ય સિકયુરીટી કલાસીફીકેશન આપવું જોઈએ.

  • સીકયુરીટી કલીસીફીકેશન તેમના ટુંકા અક્ષરો નીચે મુજબ છે.

  • સીકયુરીટી કલાસીફીકેશન ટુંકા અક્ષરો

  • ટોપ સીક્રેટ ટોપ, સેસ
    સીક્રેટ સીક્રેટ
    કોન્ફીડેંનસીયલ કોન્ફેડ
    અન કલાકસીફાઈડ અન કલાસ

  • જુદાજુદા સીકયુરીટી કલાસીફીકેશન આપવા માટે કેટલાક માર્ગદર્શનો નીચે મુજબ આપવામાં આવેલ છે.

    • ટોપ સીક્રેટ - આ પ્રકારનું વર્ગીકરણ ટોપ સિક્રેટ ડોકયુમેંન્ટ સાથે સંબંધ ધરાવતા અધિકારી કે જેને સત્તા આપવામાં આવી છે . તેઓજ કરી શકે છે. અત્યંત જરૂરી અને દેશની સલામતીને લગતી માહીતી માટેજ આ પ્રકારનું વર્ગીકરણ અનામત રાખવામાં આવે છે. અને આ હકીકત યોગ્ય ફરજ બજાવવા માટે જરૂરી જ્ઞાન ન હોય અને જરૂરીયાત ન હોઈ તેઓએ જરાય ખબર પડવી જોઈએ નહી.
      વર્ગીકરણ મીલેટરી ઓપરેશન સૈન્યની હીલચાલ, હથિયારી દળની રીતે લડાઈની ખાનગી પઘ્ધતઅીઓ, વેલ્ફરની સિક્રેટ મેથડ અને આંતરીક રાજય પોલીસી, આંતર રાજય ઉચ્ચ દરજજાની પોલીસીઓ અને ગુપ્ત માર્ગ પઘ્ધતીઓ વિકાસ અને દળના કરવી તે બાબત અને ખાનગી સોસીઝ તરફથી ખુબ શોધી કાઢેલા . સમાચારોના રીપોર્ટ વગેરે માટે અનામત રાખવામાં આવેલ છે.

    • સિક્રેટ -- આ પ્રકારનું વર્ગીકરણ દેશની સલામતીને ભયજનક બાબત, દેશ અને તેની પ્રેસ્ટીજને ગંભીર હાનીકારક બાબત, સરકારને ગંભીર રીતે ગભરાવે અને પરદેશની મોટો લાભ કરે તેવી બાબતોની માહીતી માટે અનામત રાખવામાં આવેલ છે.

    • નોંધ -- ખુબજ અગત્યની બાબતો માટેજ આ વર્ગી કરણ સામાન્ય રીતે વપરાતું હોવાથી ઉચું વર્ગીકરણ છે.

    • કોન્ફીડેંન્સીયલ -- આ પ્રકારનું વર્ગીકરણ દેશની સલામતનીે ડરાવે તેવી માન્યતા કે જે દેશના હીત માટે હોય તેવી બાબતો, કોઈપણ સરકારની કાર્યશીલતા, વ્યકિતગત કે વહીવટી ધોરણને લગતો ગભરાટ ફેલાવે તેવી બાબતો મુશ્કેલી કે બીજા દેશની લાભકારક બાબતો માટેની માહીતીના સંદેશાના માટે અનામત છે.

  • ભારત સરકારના ગૃહ ખાતાએ એક પુરેપુરુ લીસ્ટ તૈયાર કર્યુ છે. જે આ વર્ગીકરણ માટે ખ્યાલ આવે છે. દરેક વિકાસને અપાતું વર્ગીકરણ પણ તેમાં બતાવવામાં આવેલું છે. આ બધુ લીસ્ટ એંપેંન્ડીક્ષ - ૧૩ માં , પાના નં. ર૦૦ માં આવેલ છે.જે ઓરીજીનેટરની દરકે સમયે અનુસરણ માટે દોરવણી આપે છે.

    • પ્રાયોરીટી - સંદેશાના વિષય બાબતે અનુસાર પ્રાયોરીટી ફાળવવામાં આવેલ છે. આ પાયોરીટી નીચે મુજબની છે. નીચેની પ્રાયોરીટી ક્રમાનુસાર નોંધેલ છે. ક્રેસ, મોસ્ટ ઈમીજીએટ,ઓર્ડીનરી

    • ક્રેસ પ્રાયોરીટી ખરેખર તાકીદના સંદેશાનાઓને અપાય છે. આ પ્રાયોરીટીનો અતિઉપયોગ કરવો તે પ્રાયોરીટી ના મહત્વને નુકશાન કારક છે.

    • રેડીયોગ્રામ ફોર્મ -

      • પોલીસ વાયરલેશ ગ્રીડ ઉપરથી વર્ગીકૃત સંદેશો પસાર કરવા માટે ન્યુ દિલ્હી અને રાજયો અને યુનીયન ટેરીટરીના રાજયો વચ્ચે અરસપરસ વર્તમાન કિપ્ટોગ્રાફીક પઘ્ધતીનો ઉપયોગ કરવા નીચેની સગવડતા કરવામાં આવેલ છે. આ અંગે સ્ટાન્ડર્ડ રેડીયોગ્રામ ફોર્મ કે જે એપેંન્ડીક્ષ-૧ ના ફોર્મ નં. ર૧ માં નકકી કરવામાં આવેલ છે.તેનો ઉપયોગ કરવો જોઈએ.

      • કોમ્યુનીકેશન સેંન્ટર ઉપર નિકાલ માટે સંદેશાને મોકલતા પહેલાં રેડીયોગ્રામ ફોર્મ ઉપર યોગ્ય નોંધ કરવામાં આવેલ છે કે કેમ? તેની ખાત્રી કરવી જોઈએ.

    • રેડીયોગ્રામ હોલ્ડીંગની પઘ્ધતી --

      • ટોપ સિક્રેટ, સીક્રેટ અથવા કોન્ફીડેંન્સીયલ ગ્રેડના સંદેશાઓને છુપી ભાષા કે જે તેમના નિકાલ ઉપર વલંક કરાવે છે. જેથી ઓરીજીનેટરે તે પહેલાં ખાત્રી કરવી જોઈએ કે તે યોગ્ય પ્રાયોરીટી ધરાવે છે કે જેથી એડ્રેસીને નિયત સમયમાંજ આગળ પગલાં લેવા માટે લઈ જાય.

      • સલામતીના કારણો માટે આઈ.એસ.પી.ડબલ્યુ. અને સ્ટેશન મારફત ડીલીવરની બાબતમાં વર્ગીકૃત સંદેશાઓમાં રહે છે. જે જુદી પઘ્ધતિ અપનાવવી જોઈએ. આઈ.એસ.પી.ડબલ્યુ સ્ટેશનમાં ઓરીજીનેટરને અનુસરતા વર્ગીકૃત અને અનવર્ગીકૃત સંદેશાઓ હસ્તગત કરવા માટે એકધારી પઘ્ધતી હોવી જોઈએ. આના અનુંસંધાનમાં રૂલ્સ - ૧૯૪ બનાવવામાં આવેલ છે.

    • ઈમ્લીકેશન ઓફ પરફેઝ વોરશનીંગ સ્ટેમ્પ - (વ્યંગ, અર્થ, વિવરણ કરવું)

      • (એ.) સાયફર સિસ્ટમના ઉપયોગ દ્ધારા જે કેસોના નિકાલ થયેલ હોય તેને નીચે જણાવ્યા મુજબ બે પ્રકારના સ્ટેમ્પ લગાડવામાં આવે છે.
        (૧) આઈ. એન.ઓ.ટી. પી.
        (ર) આ સંદેશાઓ ઈન્ડીયન ગવર્નમેંન્ટ ડીપાર્ટમેંન્ટ કે હેડ કવાર્ટર બહાર વહેંચાવવવો જોઈએ નહી કે વિવરણ વિના સાયફરમંા પણ ફરીથી ટ્રાન્સમીટ થવો જોઈએ નહી. ઓ.ટી.પી. માર્કવાળા સ્રંદેશા વિવરણ જરૂરી નથી.
        નોંધ -- ઓટો નોમસ બ્રોડીજ કોર્પોરેશન ધરાવતા પબ્લકિ સેંકટર વિગેરે ગવર્નર ડીપાર્ટમેંનટ તરી કે ગણવામાં નહી આવે.

      • આઈ. એન. ઓ.ટી.પી. સ્ટેંમ્પ સાથેની નિશાનીવાળા સંદેશાઓને સાયફર સિકયુરીટી લાગે વળગે છે. ત્યાં સુધી તેને કોઈ ઉપ ટંીટમેંન્ટની જરૂર નથી. (તેઓ તેમની સિકયુરીટી કલાસીફીકેશન પ્રમાણે સલામત છે. ) તે સંદેશાઓને બ્રીજા સ્ટેંમ્પ ( કે જે પરફેરાવાઈઝ વોર્નીંગ તરીકે ઓળખાય છે. )તે હોય તો તે અલગ રીતે અજમાવાય છે. આ પ્રકારની સ્ટેંમ્પનુ ચિન્હ ઓરીજીનેટર પરફેરાઈઝીંગ વિના સંદેશાને ફરીથી ટ્રાન્સફર નહી કરવાની અને અનઓથોરાઈઝ વ્યકિતને ( જુઓ સબ રૂલ્સ નં. ૬ નીચેની ) કોપીઓ નહી વહેંચવાની ફરજ લાદે છે. સંદેશાઓના ઓરીજીનેટરે આ જોગવાઈઓની સખ્ત રીતે અનુસરવાનું છે. કારણ કે તેને કોઈપણ ઢીલાસ ક્રીપ્ટો સિસ્ટમને નબળી પાડવામાં પરીણમે છે.

      • ઉપર મુજબની બંન્ને છાપો આઈ.એસ.પી. ડબલ્યુના સ્ટે ઉપર નીચે પ્રમાણે નાંખશે.
        (૧) વર્ગીકરણ સંદેશાની ઓરીજીનેટરને અપાતી મુકરર કોપી કે જે સંદેશાઓ મળ્યાના ટોકન તરીકે ઓળખાય છે તેના ઉપર.
        (ર) જે તે સાયફરમાં એડ્રેસીની વર્ગીકૃત કોપી ઉપર

      • આઈ.એસ.પી. ડબલ્યુે. સ્ટે. મારફત મેળવેલી મુકરર કોપી કે જેના ઉપર પરફેઝ વોર્નીંગ સ્ટેંમ્પ કે આઈ.એન.ઓ.પી. લગાડેલ છે. તેને લગતા સંદેશાની ફાઈલમાં ફાઈલ કરવામાં આવે છે. કે જેથી તે ખાત્રી થાય છે કે સંદેશાની વહેંચણી અથવા રીટ્રાન્સમીફશન તેની તાકીદને અનુશરતણી યોગ્ય રીતે કરેલ છે.

      • આઈ.એસ.પી.ડબલ્યુ. સ્ટે તરફથી મુકરર કોપી પરત ન મળે ત્યાં સુધી ઓરીજીનેટરને સ્થાનિક એડ્રેસીને કોપીઓને નિકાલ કરવો જોઈએ નહી. નિકાલ કરતાં પહેલાં તેણે કેસ પ્રમણે કોપી ઉપર વોર્નીંગ સ્ટેંમ્પ કે બીજી સ્ટેંમ્પ લગાડવી જોઈએ.

    • પબ્લીકેશન ઓફ સાઈફર મેસેજ

      • જયારે જાહેરાત,ઢંઢેરો અને એવોર્ડ, ખિતાબ કે, અસાધારણ વિશેષ્ટ નાગરીકને અભિનંદન વિગેરે બાબતોના પ્રસંગો ઉભા થાય ત્યારે તેમને પ્રકાશિત કરવાના હોય કે પ્રકાશિત કરવા જેવા હોય તો તેમને વર્ગીકૃત ઈન્ફોર્મેશન મુજબ જ વર્તવુ. અને એકજ સમયે પ્રેસમાં પ્રકાશિત થાય તેવી ખાત્રી પ્રથમ કરી લેવી. અથવા તેના પ્રકાશન પહેલાં એપ્રુવલ મેળવી લેવી અને સાઈફરમાં ટ્રાન્સમીશન કરવુ.

      • સંદેશાની ચોખ્ખી બાબત સાથે ભળતી આવતી ગુહય સમાનતા કે જે દુશ્મન પાસેથી મળી આવે છે તે સાઈફર સીસ્ટમ માટેનુ દુશ્મનના હાથમાં ગંભીર હથિયાર બરાબર છે. અને તે આ સીસ્ટમને જોખમમાં મુકે છે. સાઈફર સીસ્ટમની સીકયુરીટી અને સલામતીના અગમચેતીના પગલાં માટે કિપ્ટો સેન્ટરને શકિતમાન બનાવવા ઓરીજીનેટરે આવા ભળતા આવતા સંદેશાઓ ઉપર અચુક ચોકકસ જગ્યાએ પ્રકાશન માટે યોગ્ય એવા શબ્દો ટાંકવા, જે પ્રેસ માટે સંદેશા આપવાને યોગ્યતા બતાવે છે. આવા કેસમાં ઓરીજીનેટરને મોકલાતી મુકરર કોપી પેરફેઝ વોરનીંગ સ્ટેમ્પ ધરાવતી હોતી નથી.

      • આમ છતાં તે નકકી કરવામાં આવેલુ છે કે સાઈફરમાં મોકલતા સંદેશાઓ પ્રેસમાં કે અન- ઓર્થોરાઈઝ માણસને પહોચાડવા માટે ઓરજીનેટર કે એડ્રેસીને નીચે મુજબના અગમચેતીના પગલાં લેવા જોઈએ

        • પરફેજ વોર્નીગ સ્ટેમ્પ ધરાવતાં સંદેશાઓની મુકરર કોપી જે પ્રેસ તરફ રવાના કરતા પહેલાં કે આવા સંદેશા મેળવનાર અનઓથોરાઈજ વ્યકિત તરફ પસાર કરતા પહેલાં સંપૂર્ણ વિવરણ કરવુ જોઈએ.

        • જો મુકરર કોપી કે જેના ઉપર આઈ.એન.ઓ.ટી.પી. ( ઓ.આર.ઓ.ટી.પી.) અથવા કોઈ સ્ટેમ્પ લગાડેલ ન હોઈ તો તેનુ વિવરણ કરવાનું જરુરી નથી.

    • કન્ફર્મેમેન્ટરી કોપી

    • એટલે જેની સાઈફરમાં નીકાલ થયો હોય તેવી અને પરફેજીંગ વોનીંગ સ્ટેમ્પ લાગેલ હોય તેવા સંદેશાની કોપીઓ ટપાલ મારફતે મોકલતા સાઈફર સીસ્ટમની સીકયુરીટી તેમજ આગ્રહ રાખવો અને તેથી ઓરીજીનેટરે આવી કન્ફર્મેમેન્ટરી કોપીઓને પોસ્ટ મારફત મોકલવાની ટેવને અનુસારતા અચકાવં જોઈએ.
      ૧૯૪. આઈ.એસ.પી.ડબલ્યુ સ્ટેશને સંદેશાઓ હેન્ડલીંગ કરવા બાબત.
      આઈ.એસ.પી. ડબલ્યુ સ્ટેશન સંદેશાઓ હેન્ડલીંગ કરવાની બાબતમાં નીચે જણાવેલ સુચનાઓનો ખ્યાલ રાખવો જોઈએ.
      કલાસીફાઈડ મેસેજ --

      (૧)બધાજ જ ટોપ સીક્રેટ,સીક્રેટ અને કોન્ફી, સંદેશાઓ આઈ.એસ.પી. ડબલ્યુ સ્ટેશને ડબલ કવરમાં નીકાલ થાય માટે મોકલવા જોઈએ. વર્ગીકૃત સંદેશા ધરાવતું અંદરનું કવર યોગ્ય રીતે શીલ કરેલ હોવું જોઈએ અને તે તદ゙ન નવુ જ કવર હોવું જોઈએ જયારે બહારનું કવર ઈફોનોમીક સ્લીપ ધરાવતું હોવું જોઈએ.

      (ર) અંદરના કવર ઉપર ટોપ સિક્રેટ, સીક્રેટ કે કોન્ફી વિગેરે જે હોય તે સીકયુરીટી કલાસીફીકેશન માર્ક હોવો જોઈએ અને ઓરીજીનેટરનો નંબર તારીખ અને સંદેશાની પ્રાયોરીટી પણ સાથે ટાંકલી હોવી જોઈએ.

      (૩) બહારનું કવર ફકત સ્થાનિક આઈ.એસ.પી. ડબલ્યુ સ્ટેશનનું સરનામું અને સંદેશાની પ્રાયોરીટી ધરાવતુ હોવું જોઈએ કોઈ સીકયુરીટી કલીસીફીકેશન એના ઉપર હોવું જોઈએ નહી બહારનું કવર સ્પષ્ટતાપૂર્વક દર્શાવતું હોવુ જોઈએ કે પોલીસ સંદેશો ધરાવે છે. આ હેતુ માટે કવર ઉપર રેડીયોગ્રામ ફોર ટ્રાન્સમીશન લખેલુ હોવું જોઈએ.

      (૪) મેસેજ ફોર્મશીલ કરતા પહેલાં તેમાં યોગ્ય જગ્યાએ સીકયુરીટી કલાસી,નોંધેલુ હોવુ જોઈએ

      (પ) ટોપ સીક્રેટ કે કોન્ફી સંદેશાઓ ધરાવતા શીલ કરેલ કવર ઉપર સંદેશાની બે મુકરર કોપીઓ જોડવી જોઈએ.સંદેશાની મુકરર કોપીઓ કે જે કોપીઓ છે તે કે સંદેશાના બાબતની મુળ રેડીયોગ્રામની બધી વિગત ધરાવે છે.

      (૬) પરફેજ વોર્નીગ સ્ટેમ્પએ આઈ.એન.ઓ.ટી.પી. સ્ટેમ્પવાળી મુકરર કોપીની એક કોપી આઈ.એસ.પી.ડબલ્યુ સ્ટેથી પરત મેળવવામાં આવે છે.

      (૭) વર્ગીકૃત સંદેશા ધરાવતાં શીલ કવર પુરતી દરકાર અને જાળવણીથી વિશ્વાસુ માણસો સામે આઈ.એસ.પી.ડબલ્યુ સ્ટેશન મોકલવા જોઈએ. કોઈપણ સંજોગોમાં સંદેશો આઈ.પી.એસ.ડબલ્યુ સ્ટેશને ટેલીફોન દ્વારા લખાવવો નહી કે, વાયરલેસ દ્વારા ટ્રાન્સમીન્ટ કરવો નહી.

      અનકલાસીફાઈડ સંદેશાઓ

      એડ્ર્રેસીને મોકલવાની સંદેશાની કોપી ઓફીસ ફાઈલની કોપી સાથે આઈ.એસ.પી.ડબલ્યુ સ્ટેશન મોકલવી સંદેશાની મુળ કોપી આઈ.પી.એસ.ડબલ્યુ સ્ટે દ્વારા એડ્ર્રેસીને મોકલવા માટે રાખવામાં આવે છે. અને પટાવાળાની બુકમાં જણાવેલ રીસીવરીની એકનોલીમેન્ટ ( પહોચ ) ના ટોકન તરીકે આઈ.એસ.પી.ડબલ્યુ સ્ટેશનના સ્ટેમ્પવાળા તથા ઓપરેટર સહી વાળી ઓફીસ ફાઈલની કોપી ઓરીજીનેટરને પાછી મોકલવામાં આવે છે.

      ૧૯પ.વાયરલેસ ફોન સીસ્ટમ --

      1. આ સીસ્ટમ (વાયરલેસ) ફોન સીસ્ટમ તરીકે ગુજરાત રાજય પોલીસ વાયરલેસ ગ્રીડ તરીકે ઓળખાય છે. આ સીસ્ટમની ફેસેલીટી ફકત આ સ્પે.આઈ.જી.પી. આઈ.જી.પી.,હોમ ડીપાર્ટમેન્ટના સેક્રેટરીને ગુજરાત રાજય ચીફ સેક્રેટરીના ઉપયોગ માટે પુરી પાડવામાં આવે છે. ટુંકમાં આ પઘ્ધતિ નીચે મુજબ છે.

      પ્રથમ સંદેશો મોકલનાર ટેલીફોનથી નજીકના વાયરલેસ સ્ટેશને ઓપરેટરને લખાવી શકશે અને તે ઉપરાંત રાબેતા મુજબના ફોર્મમાં પણ લખી મોકલશે. અને તેમાં સુચન કરશે કે, આ ડબલ્યુ પી.મેસેજ છે જેનો મતલબ કે, સંદેશા મોકલનાર તુરતના જવાબ માટે રાહ જોતા બેઠેલા છે. ઓપરેટર સંદેશો લઈ લીધા પછી તે કંટ્રોલ સ્ટેશનના આ સંદેશાની માહિતી આપશે ને પછી હાઈએસ્ટ પ્રાયોરીટી આવા સંદેશાની માહિતી આપશે. અને પછી હાઈએસ્ટ પ્રાયોરીટી આવા સંદેશાને આપવામાં આવશે અને વચ્ચે સંદેશા વ્યવહાર અટકાવવા આવશે પછી તેમને ચાલુ કરવામાં આવશે કંટ્રોલ સ્ટેશનનેને તે જોવા માટે વ્યસ્થા કરવી કે જે સ્ટેશનને આવો મેસેજ આપેલ છે. ડબલ્યુ પી. મેસેજ કલીયર થાય નહી ત્યાં સુધી ઘ્યાનપૂર્વક સાંભળતા રહેવા માટે સુચનો કરવી અને પસાર થઈ ગયા તેમનો સંદેશો વ્યવહાર શરૂ કરવો. સ્ટેશન ઓપરેટર કે જે તે આવો સંદેશો મોકલવા માટે આપેલ હોય તેણે ટેલીફોનના સરનામે મોકલનારના ઉપર કોન્ટ્રેંકટ કરવો અથવા ટેલીફોનના ઈન્ચાર્જને બીજા કોઈ નંબરના ફોનના આપેલ હોય તો ત્યાં કોન્ટેકટ કરવો અને તેમ રાબેતા મુજબ જાણ કરવી અને કોન્ટેકટ થાય નહી તો ઓપરેટરને પછી તુરત ટેલીફોનથી જાણ કરશે. સરનામાવાળા શખ્સ કોઈ ટેલીફોન નંબર ઉપર હાજર મળી આવે નહી અને જે ટેલીફોન નંબર આપવામાં આવેલ હોય તે ઉપર સંદેશો આપવા માટે રાખી મુકવા માટે આપવો.
      ર. ટેલીફોનથી ટં્રકકોલ કરવાનું પણ ધણુજ બધુ મોધુ પડે છે. અને ઈમીજીએટ પ્રાયોરીટી પોલીસ ખાતાને આપવામાં આવતી નથી. તેથી કરીને ટેલીફોન ટ્રકકોલના બદલ. વાયરલેસ ફોન સીસ્ટમનો ઉપયોગ કરવાથી વધુ અસરકારક અને ફાયદાકારક રહેશે.

      ૧૯૬. ફાઈલ નંબરીંગ સીસ્ટમ-

      (ફાઈલને નંબરો આપવાની પઘ્ધતિ) અસરકારક કામ કરવા અને એક સરખી રીતે કરકસરથી પ્રાપ્તી મેળવવા માટેની દ્રષ્ટિએ બધા પત્ર વ્યવહારનો નિકાલ કરવા માટેની બાબતમાં ફાઈલને નંબર આપવાની પઘ્ધતિ ફાઈલ નંબરીંગ સીસ્ટમ તરીકે ઓળખાય છે.