પોલીસ અધિક્ષક, ડાંગ
http://www.spdang.gujarat.gov.in

વિભાગ હેઠળ રચવામાં આવેલી જુદીજુદી સમિતિઓ

4/27/2024 1:57:14 AM

વિભાગ હેઠળ રચવામાં આવેલી જુદીજુદી સમિતિઓ

પોલીસ તંત્ર દ્વારા યોજાતી બેઠકો લોકો માટે ખુલ્લી છે કે કેમ ? અથવા તેવી બેઠકોની કાર્યનોંધો લોકોને મળવાપાત્ર છે કે કેમ ?

જિલ્લા પોલીસ વડા દ્વારા તાબાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વાર અચુક પણે લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે તેમજ વ્યાજબી પ્રશ્નોનો સ્થળ પરજ નિકાલ કરવાનાં હેતુસર એક લોક દરબાર નાગરીકોને અનુકુળ જગ્યાએ યોજવામાં આવે છે. જેમાં જે તે વિસ્તારનાં જુદા જુદા વર્ગોનાં પ્રતિનિધીઓને માનપુર્વક આમંત્રણ પાઠવવામાં આવે છે. આ બેઠકમાં નાગરીકો તરફથી મળતા ઉપયોગી વ્યાજબી સુચનાનો અમલ પણ કરવામાં આવે છે.

આ બેઠકમાં થયેલ ચર્ચા વિચારણા અને નિર્ણયોની કાર્યનોંધ પણ બહાર પાડવામાં આવે છે. જે સંબંધિત પોલીસ સ્ટેશનમાંથી નાગરીકો જાણી શકે છે કે, મેળવી શકે છે.