પોલીસ અધિક્ષક, ડાંગ
http://www.spdang.gujarat.gov.in

સંગઠનની વિગતો કાર્યો અને ફરજો

7/12/2025 2:34:00 PM

 

સંગઠનની વિગતો કાર્યો અને ફરજો

(
એ) જાહેર તંત્ર ઉદેશ/હેતુ -- જિલ્લા પોલીસ તંત્ર દ્વારા જાહેર, સરકારી, ખાનગી મિલ્કતો તેમજ લોકોની જાન માલની સુરક્ષા કરવાનો મુખ્ય ઉદેશ છે.

(
બી) જાહેર તંત્રનું મીશન /દુરંદેશીપણું (વિઝન) -- પોલીસ તંત્ર દ્વારા સમાજને ભય મુકત કરવા સારૂ ઉપલબ્ધ સાધનોના ઉપયોગ દ્વારા શ્રેષ્ઠતમ કામગીરી કરવાનું અને જુદી જુદી વૈજ્ઞાનિક પઘ્ધતિઓનો ઉપયોગ કરી કાયદો વ્યવસ્થાની જાળવણી તેમજ ગુન્હેગારોને કોર્ટ દ્વારા સજા કરાવવાનું ઘ્યેય છે.

(
સી) જાહેર તંત્રનો ટુંકો ઈતિહાસ અને તેની રચનાનો સંદર્ભ -- આઝાદી પહેલા ડાંગ જીલ્લો સ્વતંત્ર રીતે ભીલ રાજવીઓના કબ્જા હેઠળ હતો. ૧૯૪૭ પછી ભારતના બધા જ રાજયો કે જે બિ્રટીશ હકુમત નીચે હતાં. તેના વિલીનીકરણનો પ્રશ્ર ઉપસ્થિત થતાં બધા રાજયોનું વિલીનીકરણ થયુ. તે સાથે ડાંગમા પણ રાજાઓના તથા નાયકોનાં વિલીનીકરણોતર અધિકાર નકકી કરવામાં આવ્યાં. આ અધિકારની રુએ, ડાંગના રાજાઓ તથા નાયકોને પ્રતિ વર્ષે સરકારશ્રી તરફથી સાલીયાણા આપવાનું નકકી થયું. હાલે દર વર્ષે હોળીના તહેવાર વખતે આ સાલીયાણું ડાંગના આદિવાસી ડાંગી રાજાઓ અને નાયકોને આપવામાં આવે છે. અને ત્યાર બાદ ગુજરાત રાજયની "૧ લી મે ૧૯૬૦" માં સ્થાપના પહેલાં મુંબઈ રાજયમાં સમાવિષ્ટ હતો. તેના ઘ્વારા પોલીસ તંત્રની રચના કરવામાં આવેલ હતી ત્યાર બાદ સ્વતંત્રતા મળ્યા પછી રાજય સરકાર દ્વારા લોકશાહી ઢબે અને જુદાજુદા વર્ગોને પુરતુ પ્રતિનિધિત્વ મળે તે રીતે આજના પોલીસ દળની રચના કરવામાં આવેલ છે. જેમા ઉત્તરોતર જુદાજુદા પ્રકારનાં સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર તેમજ વૈજ્ઞાનિક ઢબે ગુન્હાઓની તપાસ માટે રાજય સરકાર દ્વારા વિવિધ સવલતો ઉભી કરવામાં આવેલ છે.

(
ડી) જાહેર તંત્રની ફરજો -- પોલીસ તંત્ર દ્વારા નાગરીકોનાં જાન-માલની સુરક્ષાની પ્રાથમિક ફરજ છે.તદઉપરાંત કુદરતી આપતીઓ વખતે પણ પોલીસ તંત્ર જાતેથી તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી અનેકવિધ રીતે મદદરૂપ થઈ તટસ્થતાથી ફરજ બજાવે છે.

(
ઈ) જાહેર તંત્રની મુખ્ય પ્રવૃત્તિઓ અને કાર્યો -- પોલીસ તંત્ર દ્વારા પ્રથમતો ગુન્હા બનતા અટકાવવા પ્રયત્ન કરવામાં આવે છે. તેમ છતાં, પ્રવર્તમાન સમયમાં વસ્તી, વિસ્તારનો બહોળો વિકાસ થયેલ છે તેમજ, ગુન્હેગારો જુદી જુદી વૈજ્ઞાનિક શોધોનો ગેરલાભ ઉઠાવી ગુન્હાખોરી આચરે તો આવા ગુન્હેગારોને શકય તેટલા વહેલા ઝડપી લઈ તેમના વિરૂઘ્ધ દરેક પ્રકારનાં સાક્ષી/પુરાવા મેળવી ન્યાયની અદાલતમાં સજા કરવા રજુ કરવામાં આવે છે.

(
એફ) જાહેર તંત્ર દ્વારા આપવામાં આવતી સેવાઓની યાદી અને તેનું સંક્ષિપ્ત વિવરણ -- પોલીસ તંત્ર દ્વારા નાગરીકોની લેખિત તેમજ મૌખિક ફરિયાદ લઈ તેની ધોરણસરની તપાસ કરી ગુન્હેગારોને કોર્ટમાં નશ્યત સારૂ રજુ કરવામાં આવે છે. તદઉપરાંત જાહેર પ્રસંગો જેવા કે, વિવિધ પ્રકારનાં ધાર્મિક સરધસો, મેળાવડાઓ, જાહેર સભાઓ, કુદરતી આફતો, ચુંટણીઓ, સંમેલનો, વગેરેમાં કાયદો વ્યવસ્થાની જાળવણી કરવામાં આવે છે.

(
જી) જાહેર તંત્રનાં જિલ્લા સ્તરનાં માળખાઓનો આલેખ --

(
એચ) જાહેર તંત્રની અસરકારકતા અને કાર્યક્ષમતા વધારવા માટેની લોકો પાસેથી અપેક્ષાઓ -- પોલીસ એ પ્રજાનો મિત્ર છે. આ બાબત લોકો દ્વારા જેટલા પ્રમાણમાં સ્વીકળત થાય તેટલા પ્રમાણમાં જ લોકો દ્વારા પોલીસને જુદા જુદા પ્રસંગોએ સહકાર મળી શકે કેમ કે, વસ્તી, વિસ્તાર, અને ઔઘોગિકરણને કારણે પોલીસની કામગીરીનો વ્યાપ મોટા ફલક પર વિસ્તાર પામેલ છે. જેના કારણે લોકો તરફથી પણ કાયદાને માન આપવામાં આવે અને અસામાજીક પ્રવૃત્તિ કરતા ઈસમોની જાણકારી સક્ષમ અધિકારીને રૂબરૂમાં કે, ફોન દ્વારા ટપાલ ઘ્વારા પુરી પાડવામાં આવે તો ધણા ગુન્હાઓ બનતા પહેલા જ ડામી શકાય.

(
આઈ) લોક સહયોગ મેળવવા માટેની ગોઠવણ અને પઘ્ધતિઓ --  જિલ્લા પોલીસ વડાની કચેરીમાં ર૪ કલાક કંટ્રોલ રૂમ કાર્યરત છે. જેના ટેલીફોન નંબર-રર૦૬પ૮,રર૦૩રર, ફેકસ નંબર-રર૦રર૬ છે. આહવા પોલીસ સ્ટેશનનો નંબર- રર૦૩૩૩ તથા વધઈ પો.સ્ટે.નો નંબર-ર૪૬ર૩૩,સાપુતારા પો.સ્ટે.નો નંબર-ર૩૭ર૩૩  ની સુવિધા ઉપલબ્ધ છે. તેમજ પોલીસ વડા તેમજ અન્ય પોલીસ અધિકારીઓને લેન્ડ લાઈન તથા મોબાઈલ સેવા દ્વારા નાગરીકો તરફથી કોઈ પણ પ્રકારની સલાહ સુચન કે, બાતમી મળ્યેથી તેના પર ત્વરીત પગલા લેવામાં આવે છે.

(
જે) સેવા આપવા અંગેના-દેખરેખ, નિયંત્રણ અને જાહેર ફરિયાદ નિવારણ માટે ઉપલબ્ધ તંત્રઃ- જિલ્લામાં પોલીસ અધિક્ષક કક્ષાના એક ભારતીય પોલીસ સેવાનાં અધિકારી જાતેથી સમગ્ર પોલીસ દળનું નિયંત્રણ કરે છે. જિલ્લામાં એક વિભાગ પાડવામાં આવેલ છે. આ વિભાગીય કચેરીમાં નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારી તેમના વિભાગ હેઠળનાં પોલીસ સ્ટેશનની કામગીરી ઉપર સતત દેખરેખ રાખે છે, અને તાબાના અમલદારોને કાયદો વ્યવસ્થાની જાળવણીમાં જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ પુરી પાડે છે. જીલ્લામાં ૧- સર્કલ પોલીસ ઈન્સ્પેકટરની પોસ્ટ આવેલ છે. તેઓ પણ ૩-પોલીસ સ્ટેશન ઉપર દેખરેખ રાખે છે, અને તાબાના પોલીસ સ્ટેશનને માર્ગદર્શન પુરુ પાડવા ઉપરાંત જાતેથી ગુન્હાઓની તપાસ પણ કરે છે. જિલ્લામાં કુલ-૩ પોલીસ સ્ટેશનો આવેલા છે. જેના ઈન્ચાર્જ તરીકે પોલીસ સબ ઈન્સ્પેકટર કક્ષાનાં અમલદારો તાબાનાં પોલીસ કર્મચારીઓ સાથે રહીને કાયદો વ્યવસ્થાની જાળવણી કરે છે.
અનુ.જાતિ/અનુ.જનજાતિનાં લોકો પર થતા અત્યાચારો સંબંધિ તપાસ માટે સરકારશ્રી દ્વારા નાયબ પોલીસ અધિક્ષકશ્રી એસ.સી./એસ.ટી. સેલ આહવા ની નિમણુંક કરવામાં આવેલ છે. તેઓ દ્વારા આ પ્રકારના ગુન્હાની જાતેથી તપાસ કરવામાં આવે છે.

તદઉપરાંત, વિશિષ્ટ પ્રકારની કામગીરી માટે જિલ્લા એલ.સી.બી.ની નિમણુંક કરવામાં આવેલ છે. ગુન્હાઓની ઝડપી તપાસ કરી ગુન્હેગારોને ઝડપી લઈ ન્યાયની અદાલતમાં રજુ કરાવી નશ્યત કરવામાં આવે છે. પોલીસ તંત્રની તપાસ કામગીરીની મદદ માટે વાયરલેસ વિભાગ, એમ.ઓ.બી., એલ.આઈ.બી., ફિંગર પિ્રન્ટ, ફોટોગ્રાફી વિભાગ, મોટર વાહન શાખા, કયુ.આર.ટી., બી.ડી.ડી.એસ.,ગ્રામ્ય રક્ષક દળ, જિલ્લા ક્રાઈમ રેકર્ડ બ્યુરો પણ ઉપલબ્ધ છે.

કે) મુખ્ય કચેરી અને જુદા જુદા સ્તરોએ આવેલ અન્ય કચેરીઓના સરનામાં -
 

ક્રમ

કચેરી

સરનામું

1.

પોલીસ અધિક્ષકની કચેરી,ડાંગ-આહવા.

પોલીસ ભવન મેઈન રોડ, આહવા

ર.

નાયબ પોલીસ અધિક્ષક
(
મુખ્યમથક)ની કચેરી, ડાંગ-આહવા.

પોલીસ ભવન મેઈન રોડ,આહવા.

૩.

નાયબ પોલીસ અધિક્ષક, એસ.સી./
એસ.ટી. સેલની કચેરી, આહવા .

પોલીસ ભવન મેઈન રોડ,આહવા.

૪.

નાયબ પોલીસ અધિક્ષકની કચેરીઆહવા વિભાગ, આહવા

પોલીસ ભવન મેઈન રોડ,
આહવા.

પ.

સર્કલ પોલીસ ઈન્સ્પેકટર, ડાંગ-આહવા.

પોલીસ ભવન મેઈન રોડ,
આહવા.

૬.

પોલીસ સબ ઈન્સ્પેકટર, રીડર શાખા

પોલીસ ભવન મેઈન રોડ,
આહવા.

૭.

પોલીસ સબ ઈન્સ્પેકટર, એસ.ઓ.જી.

પોલીસ ભવન મેઈન રોડ,
આહવા.

૮.

પોલીસ સબ ઈન્સ્પેકટર,એમ.ઓ.બી.

પોલીસ ભવન મેઈન રોડ,
આહવા.

૯.

પોલીસ સબ ઈન્સ્પેકટર,એલ.આઇ.બી.

પોલીસ ભવન મેઈન રોડ,
આહવા.

૧૦.

પોલીસ સબ ઈન્સ્પેકટર,એલ.સી.બી.

પોલીસ ભવન મેઈન રોડ,
આહવા.

૧૧

પોલીસ સબ ઈન્સપેકટર , જી.આર.ડી.ડાંગ

પોલીસ ભવન મેઈન રોડ,
આહવા.

૧ર

સીનીયર પો.વા.સ.ઈ. ની કચેરી

પોલીસ ભવન મેઈન રોડ,
આહવા.

૧૩

પોલીસ સબ ઈન્સ્પેકટર, એમ.ટી. શાખા

પોલીસ મુખ્‍ય મથક આહવા

૧૪

રીઝર્વ પોલીસ સબ ઈન્સ્પેકટર, ડાંગ-આહવા.

પોલીસ મુખ્‍ય મથક,આહવા

૧પ

પોસઇ બી.ડી.ડી.એસ.,આહવા-ડાંગ

પોલીસ મુખ્‍ય મથક,આહવા-ડાંગ

૧૬

પોલીસ સબ ઈન્સ્પેકટર, કયુ.આર.ટી.

પોલીસ મુખ્‍ય મથક,આહવા-ડાંગ

૧૭

પોલીસ સબ ઈન્સપેકટર,આહવા પો.સ્ટે.

મેઈન રોડ,
આહવા આઝાદ લોજની બાજુમાં

૧૮

પોલીસ સબ ઈન્સ્પેકટર, વધઈ પો.સ્ટે.

એસ.ટી.ડેપોની બાજુમાં ડુંગરડા રોડ

 ૧૯

પોલીસ સબ ઈન્સ્પેકટરસાપુતારા પો.સ્ટે.

ઓડીટોરીયમ પાસે, સાપુતારા

ર૦

પોલીસ સબ ઈન્સ્પેકટર, પેરોલ ફર્લો,આહવા-ડાંગ

પોલીસ ભવન મેઈન રોડ,
આહવા.