પોલીસ અધિક્ષક, ડાંગ |
http://www.spdang.gujarat.gov.in |
ક્રાઇમ રીપોટીંગ |
7/13/2025 2:14:33 AM |
|
|
ક્રાઇમ રીપોટીંગ જિલ્લાનાં પોલીસ સ્ટેશનોમાં રોજે રોજ નોંધાતા ગુનાની વિગત વાય૨લેસ મેસેજ, ફેકસ મેસેજ, ઇ-મેઇલ દ્વારા અત્રેના કંટ્રોલરૂમ ખાતે આપવામાં આવે છે. જેમાંથી મોનિટરિંગ રિપોર્ટ બનાવી પોલીસ અધિક્ષકશ્રીનાઓ સમક્ષ રજુ ક૨વામાં આવે છે. તથા જે માહિતીની વડી કચેરીઓને જાણ ક૨વાની થતી હોઇ તે કચેરીઓની ફેકસ/ઇ-મેઇલ દ્વારા જાણ ક૨વામાં આવે છે.
અત્રેની રીડ૨ શાખા દ્વારા નીચે મુજબના માસિક તેમજ વાર્ષિક પત્રકો તૈયા૨ ક૨વા સારૂ દરેક પોલીસ સ્ટેશનથી નિયત નમૂનામાં માહિતી મંગાવવામાં આવે છે. તથા આ પત્રકો તૈયા૨ કરી વડી કચેરીઓમાં મોકલી આપવામાં આવે છે.
માસિક પત્રકોઃ
- ક્રાઈમ રિપોર્ટિંગ.
- માસિક ક્રાઈમ રિવ્યુ.
- માસિક ક્રાઈમ આકડાકીય માહિતી પત્રક એ ટુ એલ.
- માસિક કાયદો વ્યવસ્થાના પત્રક.
- માસિક પોલીસ મેન્યુઅલ ભાગ-૩ નિયમ પ૭૧ (ત્રણ)ના એપેન્ડિક્સ-૧ મુજબ નમૂના નં.૩૯થી ૪૨ ના પત્રકો
- માસિક ક્રાઈમ ઈન ગુજરાત પાર્ટ ૧ થી પ મુજબનાં પત્રકો.
- માસિક રોડ અકસ્માતની માહિતી.
- વિધાનસભા/ સંસદગૃહ સત્ર દ૨મિયાન પૂછાયેલ આ૨.એસ.કયુ/ એલ.એસ.કયુ.ના જવાબ પાઠવવાનીકામગીરી.
- માસિક ક્રાઈમ કોન્ફ૨ન્સનાં પત્રકો.
વાર્ષિક પત્રકોઃ
- ક્રાઈમ ઈન ઈન્ડિયાના વાર્ષિક પત્રકો.
- વાર્ષિક વહીવટી અહેવાલ.
- રોડ અકસ્માતના વાર્ષિક પત્રકો.
- સ્યુસાઈડ એન્ડ ડેથનાં વાર્ષિક પત્રકો.
તેમજ જિલ્લાના પોલીસઅધિકારીઓની આવેલ વિકલી ડાયરી ઉપ૨ ચેક લેવા, દૈનિક રિપોર્ટ ઉપ૨ ચેક લેવા અને ઉચ્ચઅધિકારીશ્રીઓ ત૨ફથી માંગવવામાં આવતી આંકડાકિય માહિતી તેમજ ગુનાઓને લગતા અહેવાલ,અરજીઓના તપાસ અહેવાલ પાઠવવામાં આવે છે.
|
|