પોલીસ અધિક્ષક, ડાંગ |
http://www.spdang.gujarat.gov.in |
પોલીસ કલ્યાણ પ્રવૃતિઓ |
7/13/2025 2:05:28 AM |
|
પોલીસ કલ્યાણ પ્રવૃતિઓ
- જિલ્લા પોલીસ અધિક્ષકારી/કર્મચારીઓ માટે દર વર્ષે એક દિવસનો પગાર વસૂલ લેવામાં આવે છે
- યોજનામાં જોડાયેલ અધિકારી/કર્મચારીનું અવસાન થાય તો મરણોત્તર સહાય પેટે રૂ.૧૦,૦૦૦/-નું ચુકવણું તત્કાલ મર્હુમની વિધવા/બાળકોને ચુકવવામાં આવે છે.
- પોલીસ અધિકારી તથા કર્મચારીઓના બાળકો માટે રહેઠાણ સંકુલ નજીક બાળક્રીડાંગણ પોલીસ લાઈનમાં બનાવવામાં આવેલ છે.
- પોલીસ અધિકારી તથા કર્મચારીઓનાં બાળકોનાં લગ્ન પ્રસંગે ફકત રૂ.૧૦૦૦/- ના સામાન્ય ભાડાથી તથા અન્ય પબ્લિકના માણસોનાં લગ્ન પ્રસંગે રૂ. ર૦૦૦/-ના ભાડાથી કોમ્યુનિટી હોલ ભાડે આપવાની સુવિદ્યા પૂરી પાડવામાં આવે છે.
- પોલીસ કર્મચારીઓ અને પ્રજાને સસ્તા દરે કાપડ, નોટબુક, પુસ્તકો તેમજ પોલીસ યુનિફોર્મને લગતી તમામ પ્રકારની વસ્તુઓ મળી રહે તે હેતુથી ડાંગ જિલ્લા પોલીસ અને સિવિલીયન કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી ચાલુ કરવામાં આવેલ છે.
- પોલીસ કર્મચારીઓના બાળકોને સ્કુલમાં લઇ જવા લાવવા સ્કૂલ બસ શરૂ કરવામાં આવેલ છે.
- પોલીસ કર્મચારીઓને વેલ્ફેર ફંડમાંથી કોમ્પ્યુટર લોન આપવામાં આવે છે.
- પોલીસ કર્મચારીના બાળકોના લગ્ન પ્રસંગે મંગળસુત્ર લોન આપવામાં આવે છે.
|