નવા ત્રણ કાયદાની તાલીમ
તા.૦૧/૦૭/૨૦૨૪થી અમલમાં આવેલ નવા ત્રણ કાયદા ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩, ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩, ભારતીય સાક્ષ્ય અધિનિયમ-૨૦૨૩ ના અમલીકરણ સારૂ અત્રેના જીલ્લાના તમામ પોલીસ અધિકારી/કર્મચારીઓને તેમજ મહિલાઓ, વિદ્ર્યાર્થીઓ, યુવાનો, સિનિયર સીટીઝન, રીટાયર્ડ પોલીસ અધિકારીશ્રીઓ,આંગણવાડી કેન્દ્રો,શાંતિ સમિતિના સભ્યો, સ્વૈચ્છિક સંસ્થાના સભ્યોને જાણકારી, કયદાનું જ્ઞાન મળી રહે તે માટે પોલીસ અધિક્ષકશ્રી તથા કલેકટરશ્રીનાઓના માર્ગદર્શન હેઠળ જે-તે વિસ્તારોમાં તાલીમ-જાગૃતિ સેમીનારનું આયોજન કરવામાં આવેલ હતું.
રીફ્રેશર તાલીમ
પોલીસ કર્મચારીઓમાં શિસ્તનું પાલન યોગ્ય રીતે થાય તથા તંદુરસ્તી જળવાઇ રહે તેમજ નવીન ઉપકરણો, સંસાધનો અને કાયદાથી તમામ પોલીસ કર્મચારીઓ માહિતગાર થાય તે માટે જીલ્લા ખાતે રીફ્રેશર તાલીમનું આયોજન કરવામાં આવે છે.
અમલમાં આવેલ નવા ત્રણ કાયદાઓના_અમલીકરણ_અન્વયે આપવામાં આવેલ તાલીમ
તા.૦૧/૦૭/૨૦૨૪થી અમલમાં આવેલ નવા ત્રણ કાયદા ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩, ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩, ભારતીય સાક્ષ્ય અધિનિયમ-૨૦૨૩ ના અમલીકરણ સારૂ પોલીસ અધિક્ષકશ્રી તથા ના.પો.અધિ.શ્રી આહવા વિભાગનાઓ દ્વારા અત્રેના જીલ્લાના પો.સ્ટે./કચેરી ખાતે ફરજ બજાવતા કુલ-૫૦ પોલીસ અધિકારીશ્રી/કર્મચારીઓને માહેઃ૦૨/૨૦૨૫ના માસમાં નવા ત્રણ કાયદાની તાલીમ આપવામાં આવી. જે આપવામાં આવેલ તાલીમના ફોટોગ્રાફસ આ સાથે સામેલ છે