પોલીસ અધિક્ષક, ડાંગ
http://www.spdang.gujarat.gov.in

રોડ સેફટી પ્રોજેકટ

5/26/2022 12:49:46 AM

અત્રેના જિલ્લામાંથી સ્ટેટ હાઈવે નં.૧૫ પસાર થાય છે. હાઈવે ઉપર બનતા અકસ્માત રોકવા માટે રોડ ઉપર સાઈનબોર્ડ મૂકવામાં આવેલ છે. તેમ જ રોજેરોજ હાઈવે ઉપર નાઈટ પેટ્રોલિંગ રાખવામાં આવે છે. જેથી હાઈવે ઉપર બનતા અકસ્માતને રોકી શકાય. તથા ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. તદ્ઉપરાંત જે તે પોલીસ સ્ટેશનના રોડ વિસ્તારમાં પોલીસ સ્ટેશનની મોબાઈલો પેટ્રોલિંગ કરે છે.

અત્રેના જિલ્લામાં માર્ગ સલામતી માટે હાઈવે ઉપર બનતા ટ્રાફિકના ગુનાઓ રાત્રી દરમિયાન પોલીસ પોઈન્ટો, તેમ જ નાઈટ પેટ્રોલિંગ સતત કાર્યરત રાખવામાં આવેલ છે. જેનાથી હાઇવે ચોરીના બનાવો અટકાવી શકાય તેમજ રાત્રીના સમયે અકસ્માત સર્જાય ત્યારે ખૂબ જ ઝડપથી અકસ્માતનો ભોગ બનેલાને હોસ્પિટલ સુધી પહોચાડી શકાય તેમ જ રોડ ઉપરનો ટ્રાફિક ક્લીયર કરી શકાય.