પોલીસ અધિક્ષક, ડાંગ
http://www.spdang.gujarat.gov.in

લક્ષ્ય અને હતુઓ

7/12/2025 9:20:18 PM

જિલ્લા પોલીસ શિસ્ત, ફરજ નિષ્ઠા, નિતિમ્તા અને પ્રામાણિકા તેમજ બંધારણીય મૂલ્યોનાં ઉચ્ચતર ધોરણો હાંસલ કરી વિવેકબુઘ્ધિ, નિર્ણાયકતા, સંવેદનશીલતા અને કરુણા સાથે સંપૂર્ણ ગુણવત્તાયુકત જનસેવાના આદર્શ સાથે જનસેવામાં કર્તવ્યપરાયણ રહી જાતિ,ધર્મ, ભાષા કે પ્રાદેશિક ભાવનાથી પર રહી મક્કમતા અને પારદર્શકતા સાથે કાયદો અને વ્યવસ્થાની જાળવણી, ગુના નિવારણ અને શોધન તેમજ કાનુન અમલીકરણની જવાબદારીનો અસરકારકતા સાથે નિર્વાહ કરી રાજયમાં નિરંતર વિકાસ અને સમૃઘ્ધિ માટે યોગ્ય ભયમુકત વાતાવરણનું નિર્માણ કરવા પ્રયત્નશીલ રહેશે. વીરતા અને કૌશલ્યથી ત્રાસવાદ, માનવમહત્તાને હાનિરૂપ પ્રવૃતિઓ, રાષ્ટ્રવિરોધી અને વિઘ્વંશક પ્રવૃતિનો સામનો કરી તેનું નિર્મુલન કરી માનવતા વિરુઘ્ધની આવી પ્રવૃતિ સામે સદૈવ જાગૃત રહેશે. વ્યવસાયિક જ્ઞાન-નિપુણતામાં વધારો અને વિજ્ઞાન ટેકનોલોજીના પોલીસ કાર્યમાં ઉપયોગથી તપાસની ગુણવતા અને વ્યવસ્થાની અસરકારકતા વધારી કાયદાનું શાસન સદ્રઢ કરવા પોલીસ અવિરત પ્રયત્નશીલ રહેશે. સકારાત્મક અભિગમ સાથે કાયદાકીય જોગવાઈએ નાગરિકોને કેન્દ્રમાં રાખી પોલીસ કાર્યપઘ્ધતિમાં ધરખમ અને પરિણામલક્ષી તેમજ કાયમી ટકી રહે તે રીતે બદલાવ લાવી, વિનય વિવેકયુકત અને સુરુચિપૂર્ણ રીતભાત સાથે પોલીસ કામગીરીમાં જન સહયોગના માઘ્યમથી જન તકેદારી અને જન ભાગીદારીથી ગુના નિવારણ, શોધન, માનવ મહત્તાને હાનિરૂપ વ્યશનો વિગેરે સામાજીક બદેના નિર્મૂલન માટે કાનુની કાર્યવાહી ઉપરાંત યોગ્ય વાતાવરણ નિર્માણ માટે પ્રયત્નશીલ રહેશે. અને કોમી સદભાવ તેમજ એખલાસની ભાવના ઉભી કરી વિવિધ વર્ગો વચ્ચે ભાઈચારાની ભાવના જળવાઈ રહે તેની તકેદારી લેશે. ફરજમાં બિનપક્ષપાતી/તટસ્થ વલણ, મકકમતા સાથે કાનુન અમલીકરણ, જનઉદતરદાયી પારદર્શક વ્યવસ્થા અને અન્ય વિભાગો સાથે આત્મીય સંકલન, માનવ અધિકાર પ્રત્યે આદર અને કાનુન પ્રતિબઘ્ધ નાગરિકોની અપેક્ષા-આંકાક્ષા પરિપૂર્ણ કરી પોલીસના વ્યવસાયને જનમાનસ પર ઉંચુ સ્થાન અપાવે તે રીતે ફરજ અદા કરી રાજય પોલીસમાં '' સેવા, સુરક્ષા અને શાંતિ '' ના ઘ્યેયને ચરિતાર્થ કરશે.

શ્રી રવિરાજસિંહ જાડેજા  SPS પોલીસ અધિક્ષક, ડાંગ-આહવા