પોલીસ અધિક્ષક, ડાંગ
http://www.spdang.gujarat.gov.in

વાહન ચોરી અટકાવવા માટે

4/20/2024 12:21:02 AM

વાહનચોરી અટકાવવા વાહનમાલિકોએ ઘ્યાન પર લેવાની તકેદારીરૂપ બાબતો

 

  • વાહન પાર્કિંગ માટેની નિયત જગ્યામાં જ પાર્ક કરો.
  •  ૯૦ ટકા વાહનચોરી લોક કર્યાં વિનાનાં વાહનોની જ થાય છે. વાહનચોરી અટકાવવા માટે વાહનનું લોક કરવું તે અતિઆવશ્યક છે. વાહનને પાર્ક કરતી વખતે હંમેશા તેને લોક કરો. તેમજ લોક થયાની ખાતરી કર્યા બાદજ આગળ વધો.
  • વાહન નો પાર્કિંગ ઝોન, રોડ પર અડચણરૂપ રીતે. કે છૂટુંછવાયું ક્યારેય પાર્ક ન કરો.
  • રાત્રીના સમયે પોતાનું વાહન કમ્પાઉન્ડ વોલ કે પાર્કિંગમાં મૂકી વાહનને લોક કરવા ઉપરાંત કમ્પાઉન્ડ વોલનો દરવાજો પણ લોક કરવાનો આગ્રહ રાખો.
  • ટુ વ્હિલરમાં સ્ટિયરિંગ અને ઇગ્નિશન લોક ઉપરાંત ચેઈન લોક પણ લગાવી શકાય છે. જે વધારાની તકેદારી લેવામાં સંકોચ ન અનુભવો.
  • વાહનચોરો વાહનની ચોરી કરી તત્કાલ નંબર પ્લેટ બદલે છે અને કેટલાક કિસ્સામાં વાહન છૂટું પાડી વેચે છે અથવા બોગસ રજિસ્ટ્રેશનના કાગળો બનાવી વેચે છે. ચોરી કરેલ વાહનનો અહીં જણાવેલ રીતે સરળતાથી નિકાલ ન થાય તે માટે આપના વાહનનો રજિસ્ટ્રેશન નંબર તેના સ્ટિયરિંગ, વાહનની રિંગો, ચેસીસ, એન્જિન વગેરે પર એમ્બ્રોસ કરાવો.
  • આપની કારમાં કે ટુ વ્હિલરની ડેકીમાં રોકડ નાણાં કે કીમતી દસ્તાવેજો, લાઇસન્સ વાળું હથિયાર, ઇલેક્ટ્રોનિક ઉપકરણો વગેરે છોડીને ન જાઓ.
  • હાલમાં વાહનનું લોકેશન દર્શાવતા ઉપકરણો અને રિમોટ કન્ટ્રોલ/કોકથી વાહનના ઇગ્નિશન બંધ કરી શકાય તેમ જ વાહનને ચાવી વિના ચાલુ કરવામાં આવે તો વાહનમાલિકને વાહન શરૂ થયાની જાણ થાય તે પ્રકારના અદ્યતન સિક્યોરિટી ડિવાઇસ બજારમાં ઉપલબ્ધ છે તેનો ઉપયોગ કરવો.
  • વીમો ઉતરાવ્યા વિના વાહનનો ક્યારેય ઉપયોગ ન કરો. વીમાની મુદ્દત પૂરી થતાં પહેલાં બિનચૂક પ્રીમિયમ ભરો.
  • જૂનું વાહન ખરીદતાં પહેલાં તેની માલિકીના દસ્તાવેજની સંપૂર્ણ ખરાઈ કરો.