પોલીસ અધિક્ષક, ડાંગ |
http://www.spdang.gujarat.gov.in |
નાગરીકોને સંદેશ |
7/3/2025 4:24:55 PM |
|
|
'વ્હાલા નાગરિકો '
હું શ્રી યશપાલ જગાણીયા I.P.S. પોલીસ અધિક્ષક, ડાંગ જિલ્લાની વેબસાઈટ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરૂ છું. જાહેર જનતાને, પોલીસ વધારે સારી રીતે સેવા આપી શકે તે માટે આવી વેબસાઈટ બનાવવી ખૂબ જ જરૂરી હતી. કાયદાનું પાલન કરાવનાર સંસ્થા માટે સાયબર ટેકનોલોજીના જમાનામાં માહિતીની તાત્કાલિક આપ-લે થાય તે ખૂબ જ અનિવાર્ય છે. મને આશા છે કે ઈન્ટરનેટના માઘ્યમથી નાગરિકોને અવિરત પોલીસની મદદ અને પ્રજાને તેમની રજૂઆતો કરવાનો માર્ગ મોકળો થશે.
હાલના સમયમાં ઘણાં બધાં કારણસર પોલીસની કામગીરી ઘણી જ બારીકાઈભરી તપાસ હેઠળ આવેલી છે. ઉપરાંત પોલીસની ઘણી ખોટી/ખરાબ કાર્યશૈલીના કારણે સામાન્ય માણસ પોતાની જાતને પોલીસથી દૂર રાખવા પ્રયત્ન કરે છે જે સંસ્થાની ખરાબી થઈ રહી હોવાનું સાબિત કરે છે. સમાજ અને સમાજનો દરેક સભ્ય તેમનાથી શક્ય તે અમને અને પોલીસદળને મદદ કરે અને બદલામાં પોલીસ દળના તમામ સભ્યો સમાજને સંપૂર્ણ મદદ અને રાહત આપે તે ખૂબ જ અગત્યનું છે. અમારી મુખ્ય પ્રાથમિકતા કાયદો અને વ્યવસ્થાની જાળવણી તથા અગમચેતીભર્યા પગલાં ભરી પોલીસ અને પ્રજાની ભાગીદારીથી ગુનાખોરી પર અંકુશ લાવવાની છે.
આ વેબસાઈટ દ્વારા પ્રજા પોલીસની કાર્યશૈલી જાણી શકશે અને નાગરિકોને તેમના સકારાત્મક અભિપ્રાયોને વાચા આપવા માટે જરૂરી માધ્યમ મળી રહેશે. પોલીસ પ્રજાની અપેક્ષાઓ ઉપર ખરી ઉતરવાના હકારાત્મક પ્રયત્નો કરશે અને ' પોલીસ પ્રજાનો મિત્ર 'ની ઉક્તિઓને સાચી ઠેરવશે.
ઈ-ગવર્નન્સ સાચા ઉપયોગ માટે પોલીસનું આ મહત્વનું કદમ છે. વેબસાઈટ માટેની ફરિયાદો અને સૂચનો આવકાર્ય છે. આપ ફરીથી આ વેબસાઈટ ઉપર વિઝિટ કરશો એવી આશા રાખીએ છીએ.
(યશપાલ જગાણીયા) I.P.S.
પોલીસ અધિક્ષક, ડાંગ-આહવા.
|
|